________________
૨૮
શ્રી-શાંતસુધારન્સ વિક હોઈ તારા કામનું નથી. જે આત્મિક છે તે પદ્ગલિક ન હોય અને જે પિગલિક હોય તે પર છે, તારાથી અવર છે અને તારી સાથે કદી મેળ ન ખાય તેવું છે. તારા જેવ• પરવસ્તુ– પરભાવ-પારકાની ચીજોમાં–પરવસ્તુમાં રખડે છે તે સારી વાત કહેવાય ? અને જે પરમાણુની એ ચીજો બનેલી છે તે તારાં નથી, જેની ખાતર તું ધમપછાડા કરે છે તે તારાં નથી અને જ્યાં તારૂં પગલિક મન અત્યારે મેહ પામે છે તે પણ તારૂં નથી. આવી રીતે તું પરવસ્તુ–પરકીય ભાવમાં ફસાઈ ગયા છે. અને તે ઉપર જોયું છે કે જ્યાં પારકે પેઠે ત્યાં સત્યાનાશની પાટી બેઠી, મહા આપત્તિના ગણેશ મંડાયા, ઉતરતા દિવસની વાત શરૂ થઈ.
(૪ ૪.) વળી આ સંસારમાં તે કઈ પીડાઓ સહન નથી કરી? તું કપાયે છે, દળાય છે, દબાયે છે, વેરાવે છે, ચીરા છે–તારે માથે થવામાં બાકી રહી નથી. નારકીના જીનાં દુઃખનું વર્ણન વાંચતાં તે કાળજાં તૂટી જાય તેવું છે. ત્યાંની ઠંડી અને ગરમી એવાં હોય છે કે અહીંનો સહરાના રણને તાપ કે હિમાલયની ઠંડી કાંઈ ગણતરીમાં નહિ. મનુષ્યપણુમાં વ્યાધિઓ પાર વગરનાં છે અને તિર્યંચોને ખમ પડતા મુંગે માર તે અકથ્ય છે.
આવી રીતે તે અનેક વાર પેદા, ભેદાયે અને હણાયે તેનું કારણ એક જ: પારકામાં વિલાસ, પરમાં આનંદ.
બહુ નવાઈની વાત તો એ છે કે આટલું તત્વજ્ઞાન તારા જાણવામાં આવ્યા છતાં હજુ પણ તને એમાં જ આનંદ આવે છે. સુંદર વિચારમાં મગ્ન હોય ત્યાં દાદરે કેઈના પડવાને અવાજ સાંભળી ચમકી જાય છે પણ એ તો છોકરું નહીં, કોઈ ભિખારી માગવા આવ્યું હતું તેને પગ લપસ્યો જાણું હાશ કરી બેસે છે! મારાં–તારને આ કે ભાવ ! તને આનંદ ખાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org