________________
અન્યત્વ-ભાવના.
૨૩
તેં મોટાં કારખાનાં, કારસ્થાને કે વેપારે માંડ્યા છે તે કેને માટે? એનાથી ભંડારે કે તિજોરી ભરીશ તે કોના?
તું ચારથી, પશુથી, દુશમનથી ડર્યા કરે છે તે શેની ખાતર ? જીવવા માટે કે તારા પિતાની ચિંતા માટે? અગર છોકરા છોકરી માટે?
તારે આનંદ શેમાં છે? ઘરનાં મળે ત્યારે આનંદ, ખાવાપીવામાં આનંદ, પૈસા રળી ત્યારે આનંદ? પણ એ કઈ વસ્તુઓમાં ? સર્વ પારકું, પારકામાં અને પરથી.
તું શોક કરે છે-રડવા બેસે છે તે કોને? કઈ સગાં કે મિત્રને? તે પણ પારકાં જ છે. તારી ઇચ્છા શું મેળવવાની રહે છે? જે હશે તે સર્વે તારાથી પર, પરને માટે, અપરદ્વારાપ્રાગે. વળી કઈ વસ્તુ તને મળી જાય ત્યારે તું રાજી રાજી થઈ જાય છે તે શું છે? તને નોકરી મળે, ધન મળે, પ્રમાણપત્ર મળે, પ્રશંસા મળે એટલે તું કુદવા મંડે છે; પણ એ સર્વ પર છે, તારાથી અલગ છે, અનેખાં છે, બાહ્ય છે.
તારે પિતાને નિર્મળ સ્વભાવ છે તેના ઉપર પગ મૂકીને તું અનેક વસ્તુઓ ઉપર રાગ ધારણ કરે છે. સારૂં ફરનીચર, સારે ડ્રોઈંગરૂમ, સારાં વસ્ત્ર, સારાં અલંકાર, સારૂં ઘડિયાળઆ સર્વ પર છે, તારાથી અપર છે–અવર છે.
ભાઈ! આ સર્વમાં તારું કાંઈ નથી. તું જેટલાં હવાતી મારે છે, તેફાન કરે છે, દરિયા ડેળે છે અને તારી નાની દુનિયાને માથે લે છે તે સર્વ પારકું છે, પારકા માટે છે, પડી રહેવાનું છે, થોડા વખત માટેનું છે અને મેળવતાં, જાળવતાં તેમજ સંયોગને વિગ થતાં અનેક ઉપાધિ કરાવે એ ઉપરાંત તારી સાથે અતિ અલ્પ–સંબંધવાળું છે અને કર્મ પરમાણુજન્ય તેમ જ જાતે પગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org