________________
૨૮૨
શ્રી શાંતસુધારસ
નથી તેની ચિંતા કરવી છેડી દઈ, તારા પોતાના જ વિચાર કર અને તારા ગુણાને આળખ. પારકી વાતામાં તારૂ કાંઈ વળવાનું નથી અને કોઇ અહીં બેસી રહેવાના નથી. થાડા વખત તાળીઓ પડી તે પણ શુ અને ન પડી તેા પણ શું ? અને તાળી પાડનારા પણ જવાના છે અને તુ પણ જવાના છેા. ત્યારે એવી નકામી લપન્નછપન્ન મૂકી દે અને તારાં ગુણરત્નાની ચિંતા કર. તારે જે જોઈએ છે તે તારી પાસે છે, તારામાં છે, તેને શેાધી કાઢી પ્રકટ કરવુ એટલુ જ બાકી છે. ખેદની વાત છે કે ઘરની વસ્તુની કિંમત ન કરતાં તુ પરવાતેામાં ઢાડ્યો જ જાય છે અને અંદર જોતા નથી, પેાતાનાં ગુણેાને પીછાનતા નથી અને પીછાનાઈ જાય તે તેનું ખરાખર મૂલ્ય કરતા નથી. નકામેા ખેદ-મમતાવશ થઇને જે કરે છે તે છેડી દે અને અનુપમ આત્મગુણાની ચિંતા કર.
અન્યની ચિંતા કર તેને વાંધેા નથી, પણ માત્ર દિશા ફેરવવાના ઉપદેશ છે. અત્યારે તુ પરની–બહારની બહારનાંની ચિંતા પેાતાનું માનીને કરે છે તેને ખદલે સ્વની–અંદરનીઅંદરના ગુણાની ચિંતા કર. પ્રશ્ન એ છે કે એની ચિંતા તુ કદાપિ કેમ કરતા નથી ? તુ અત્યારે શું કરી રહ્યો છે તે હવે જો. આ તે એક ચિતવનની વાત થઈ, પણ તારા સર્વ પ્રયત્નાકા કઇ દિશાએ વહે છે, તું શેમાં જોડાઇ ગયા છે અને કેવા ફસાઇ પડ્યો છે તે ખરાખર સમજ. જો ! જરા આગળ વધે.
(૪ ૩.) તે અત્યારે જે માટી ધમાલ આદરી છે તે કેના માટે છે? તારે પેાતાને તેા સાડાત્રણ હાથ જમીન સૂવા જોઇએ અને ખાવા માટે થાડા ખારાક જોઇએ. પાણીની તેા કુદરતે વિપુલતા પૂરી પાડેલ છે. ત્યારે આ સર્વ પંચાયત શેની ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org