________________
અન્યત્વ•લ્લાવના.
૨૮૧ (મેહની મસ્તી) ની અસર તળે તારા આવા હાલહવાલ થયા છે, તું વિના કારણ પરની ચિંતા કરે છે, પરની વાત કરે છે, પર સંબંધી ઘાટ ઘડે છે અને ઘાટ જામે નહિ ત્યારે વિમાસણ કરે છે. નિંદા, કુથલી, આત્મશ્લાઘા અને ભેજનાદિની કથામાં તું કેટલે વખત કાઢે છે અને સ્ત્રી સંબંધી વાત નીકળી છે તે જોઈ લેજો ચમત્કાર. અનંત જ્ઞાનના ધણુની આ દશા હોય ? અને તારા જેવા અનંત ગુણના સાગરને આવી નિર્માલ્ય બાબતોમાં હાથ ઘાલ ઘટે ? તું આખો દિવસ કેવી કેવી વાતે, ચિંતાઓ અને ઉપધિઓ કરે છે તેને વિચાર કર, તેની તુલના કર, તેને સરવાળે કર. અને તું કોણ? અનુપમ ગુણને ધણી, જ્ઞાનદર્શન–ચારિત્રમય, સચ્ચિદાનંદ સ્વરૂપ, શાશ્વત સુખનો અધિકારી–તે આવી દશાએ ઉતરી ગય! તારામાં અનુપમ ગુણરત્ન છે તેની ચિંતા કર, તેને ઓળખ અને તેને પ્રકટ કરવાને વિચાર કર, તે મય થઈ જા. તારે આવી કુથલી અને પારકાની કથા કરવાની તે હોય? તારે તારું પોતાનું કરવાનું ક્યાં ઓછું છે કે પારકી ચિંતાથી હેરાન થાય છે? દુબળે થાય છે ? અસલ ચિંતામણિ રત્ન કે જેથી ઈછે તેવા પદાર્થો મેળવી શકાતાં, કામઘટ-ઘડે ઈચ્છિત વસ્તુ આપતો અને કલ્પવૃક્ષોની નીચે ઉભા રહેતાં ઉપરથી માગેલી વસ્તુઓ પડતી; એ સર્વને ટપી જાય તેવા ગુણરતને તારામાં ભરેલાં છે, તું તે મય છે અને તે પ્રયત્નસાધ્ય છે.
ત્યારે આવા ગુણરત્નનો વિચાર કરતું નથી અને પારકી વાતે શા માટે કરે છે? જે મનુષ્ય તારાં નથી, જે રાજકારણ સાથે તારે સંબંધ નથી, જે સંબંધીઓ તારી સાથે આવવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org