________________
૨૮૦
શ્રીશાખુધારસ
શંકા પડી જાય એવું ઉપલક નજરે પ્રથમતઃ જરૂર લાગશે. આ અનંત જ્ઞાનના ધણું આત્માની એક કથા થઈ.
(૪ ૨.) ચેતન ! કર્મરાજાના મુખ્ય સેનાપતિ મેહરાજાએ મૂકેલી મમતાને પરાધીન થઈને તું પારકી પંચાત કેટલી કરે છે તેને વિચાર કર. તું એમ સમજે છે કે આખા ગામના કજીઆ તારે પતાવવાના છે અને તું ત્યાં દાખલ થઈ જાય છે. કેઈની વાતે, કેઈની ચિંતા, કેઈની નિંદા, કોઈ પર ગુસ્સો એ સર્વ અન્યને માટે જ જાણે તે જાળવી રાખ્યાં છે. તને
યુરેપમાં શું થયું તે વિચાર કરવા અને તેની વાત કરવા - સમય મળે છે, તારે રાજા કર્ણની વાત કરવી છે, સગાં
નાં હે જાળવવાં છે, કઈ દૂરનું મરી જાય તો એક કલાક પછી લોકિકે જઈ બેટી રીતે ઓ એ કરવું છે, તને લાગેવળગે નહિ તેવાની વાતોમાં કલાકો કાઢવા છે, તારાં ઘરનાની ચિંતામાં અરધા થઈ જવું છે, તારે અન્ય કેઈની નેકરી ગઈ તેની વાત કરવી છે, તારે અમલદારોના ગુણ–દેષ પર વગર આધારે ગપ્પા મારવા છે, તારે વિના કારણે આજે
ફીચર ” કેટલા આવ્યા તેની વાત કરવી છે, તારે ફોજદારી કોર્ટમાં અતિ તુચ્છ મનુષ્યનાં કે ખાસ કરીને નટી જેવી સ્ત્રીઓનાં કેસ ચાલતાં હોય તે સાંભળવા કે વાંચવા છે અને આવી આવી તદન નકામી અથવા તારી નજરે કઇવાર કામની લાગતી વાત કરવી છે અને “કાજી દુબેલે કર્યું કે સારા શહેરકી ફીકર જેવો વેશ કરે છે.
મમતાની પરતંત્રતા, સાપેક્ષ્ય દષ્ટિને અભાવ, આદર્શની ગેરહાજરી, વ્યવસ્થિત સંકળનાની ખામી અને અતિ કેફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org