________________
અન્યત્વભાવના.
૨૭૯
એનાં ભાષણે પર તાળીઓ પડાવે છે અને એને હાસ્યસ્થાન પણ ઠરાવે છે, એને શેકથી પિોક મૂકતે કરે છે, એને સ્ત્રીના શૃંગારમાં ભાનભૂલે બનાવે છે અને એને વિષયને કીડો બનાવે છે. - દુનિયામાં જે કાંઈ વિરૂપ, સારૂં કે સાધારણ દેખાય છે તે સર્વ આ પારકા–અંદર ઘુસી ગયેલા અથવા ઘુસવા દીધેલા કર્મ પરિણામ મહારાજાને પ્રતાપ છે. જ્ઞાનવાન આત્માની આ બહારના ઘુસી ગયેલા મહારાજાએ શી દશા કરી છે? કેદી જેવી કફેડી દશામાં એને મૂકી દીધો છે. અજાણ્યાને પરિચય કરવાનું અને તેને અવકાશ આપવાનું આ પરિણામ છે.
આઠ કર્મો, તેની ઉત્તરપ્રકૃતિ ૧૫૮, તેને સ્વભાવ અને તેમાંની પુણ્ય તથા પાપ પ્રકૃતિઓનું સ્વરૂપ અહીં વિચારવું. એ કર્મોને ચમત્કાર સમજ. તેનો આત્મા સાથે અત્યારે તો એ તાદામ્ય સંબંધ થઈ ગયો છે કે એ જ જાણે તેનો સ્વભાવ હોય એવું લાગે છે. આવા પ્રકારનું આવરણ કરનાર પણ એ જ કર્મ મહારાજા છે. એનું સ્વરૂપ સમજી એને બરાબર ઓળખવા જેવા એ રાજા છે. એને સમજી બરાબર ઓળખવાથી સંસારની સર્વ વિડંબનાઓનું મૂળ કારણ હાથમાં આવી જશે. જ્ઞાનવાન આત્માની આ દશા હોય ? પણ કર્મનું જોર અત્યારે તે તેના પોતાના જેર કરતાં વધી ગયું છે. ચારે બાજુએ જુઓ, બહાર જુઓ, ચરિત્રે વાંચે, નોવેલે (કથાઓ) વાંચે, નાટક જુઓ, સિનેમા જુઓ-જ્યાં જશે ત્યાં કર્મ– મહારાજાની જમાવટ માથે જડેલી જણાશે અને એણે આત્માને એટલો બધે દબાવી દીધેલે જણાશે કે એ છે કે નહિ? અને હોય તો એની કાંઈ શક્તિ હશે કે નહિ ? તે બાબતમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org