________________
૨૭૮
શ્રી શાંતસુધારસ
વાત એ છે કે પારકા–અજાણ્યાને ઘરમાં દાખલ કર્યો તે તે જરૂર નુકશાન કરે છે–વિનાશ કરે છે–સત્યાનાશ કાઢે છે.
આટલા માટે માણસો નેકરને રાખવામાં, રસોયા ચાકરને રાખવામાં ખૂબ સંભાળ રાખે છે. અને હરામી માણસો કેટલું નુકશાન કરે છે તે વાત નવી જાણવાની નથી. આત્મામાં એવી રીતે “પર” બહારના કર્માણુઓ ઘુસી ગયા છે. સારામાં સારૂં દૂધ હોય પણ તેમાં ખટાશ કે ફટકડી પડે તો તુરત ફાટી જાય છે તેમ આત્મા જેવી મહાસુંદર ચૈતન્યઘનમૂર્તિ અનંત જ્ઞાનપ્રકાશવાન હોવા છતાં એનામાં કર્મ પરમાણુઓ ઘુસી ગયા છે અને એ પરમાણુ પર છે, બહારના છે એને આત્મા બરાબર પરપણે ઓળખતો નથી.
એ કર્મ પરમાણુઓએ આત્મામાં પ્રવેશ કરી એની ખરાબી કરી છે, એની પાસે અનેક ના કરાવ્યા છે, એની પાસે નવાં નવાં નાટક કરાવ્યાં છે, અને જ્ઞાનગુણ ઢાંકી દીધો છે, એને મોહમદિરા પાઈને ઘેનમાં નાખી દીધો છે, એને સગુણના ધામને બદલે કષાયનું પુતળું બનાવી દીધેલ છે, એને વ્યાધિને પિંડ બનાવી દીધો છે અને એ એને ચારે ગતિમાં રખડાવે છે, એને લે, લંગડો, આંધળે, ખેડ-ખાંપણવાળે બનાવે છે, એની પાસે ભીષણ આકૃતિ ધરાવે છે, એને શ્રુતિકટુ સ્વરવાળો કરે છે, એને કાળો કે લાલ બનાવે છે, એને વામનજી-કુબડે બનાવે છે, એને નાગે રખડાવે છે, એને ભૂખ્યો રખાવે છે, એને તરસ્ય રાખી મુંઝવી દે છે, એને પેટ ખાતર વેઠ કરાવે છે, એને ચોર, લબાડ, ઉઠાવગીર, વિશ્વાસઘાતી, ખૂની બનાવે છે, એને રાજા બનાવે છે, અમાત્ય બનાવે છે, પ્રમુખ બનાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org