________________
૨૭૬
શ્રી શાંતસુધારસ
સગાં વિગેરેને પોતાનાં માનવામાં આવે છે તેને સમાવેશ થાય છે. બહિરાત્માની આ દશા હોય છે.
ઉપર જે બાદભાવ બતાવ્યું તેને કુદાવી જઈ માત્ર આત્મામાં જ આત્મત્વને નિશ્ચય કરે તેને જ્ઞાની પુરૂષ અંતરાત્મભાવ કહે છે. અહીં આત્મા સિવાય સર્વને અન્ય સમજવાની વાર્તા છે અને એમાં બાહ્યભાવને સર્વથા નિષેધ થાય છે. - જે કર્મના લેપ વગરનો હોય, જેને શરીરને સંબંધ ન હોય, જે જાતે તદ્દન શુદ્ધ હોય, જે ગુણનિષ્પન્ન હોય, જે સર્વથા નિવૃત્ત હોય અને જે વિકલ્પ રહિત હોય એવા શુદ્ધ આત્માને પરમાત્મા કહેવામાં આવે છે. એ દશા પરમાત્મભાવ છે.
આ અન્યત્વ ભાવનામાં બહિરાત્મભાવ કે વતે છે? તે બતાવવામાં આવશે અને તેનું અંતિમ ધ્યેય અંતરાત્મભાવમાં ઉતરી પરમાત્મભાવ પ્રકટ કરવાનું રહેશે. આ આત્માના ત્રણ પ્રકાર ખૂબ ધ્યાન રાખીને સમજવા ગ્ય છે. એ સમજતાં જે મેટી ધમાલ આ પ્રાણી માંડી બેઠે છે તેને તે ગ્રાહ જરૂર છૂટી જાય તેમ છે. આ ભાવનાની વિચારણામાં પ્રથમ આપણે ગ્રંથકર્તા સાથે આગળ વધીએ.
બાહ્યભાવ-અહિરાત્મભાવ શું છે તેનું સ્વરૂપ આ ભાવનામાં વિચારવાનું છે. આ પ્રાણી બહિરાત્મભાવમાં એટલે બધે એકરસ જામી ગયેલ છે કે એમાં તેને કાંઈ નવાઈ જેવું લાગતું નથી અને એ ખેલે ખેલે જ જાય છે. એને તો કેક શોધો કરવી છે, આકાશના તારાઓના હિસાબ કરવા છે, ચંદ્ર અને મંગળના ગૃહે પહોંચવું છે અને નાના જીવનમાં કંક કેક કરી નાખવું છે. એને એક ઘડી શાંતિથી વિચાર કરે નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org