________________
પરિચય
અન્યત્વભાવના– (જ. ૧.) આગલી ચેાથી ભાવનામાં અંદર જવાનું હતું, આત્મનિરીક્ષણ કરવાનું હતું, આ ભાવનામાં બહાર જોવાનું છે, અવકન કરવાનું છે. એ સર્વને આધાર અને એનું લક્ષ્ય તે અંદર જ જવામાં છે, પણ જુદાં જુદાં દષ્ટિબિન્દુ છે. બન્નેનું પરમ ધ્યેય આત્માની પ્રગતિ, તેનો વિકાસ છે અને તે પ્રાપ્ત કરવા માટે એને બહારનો સંબંધ તપાસવા ગ્ય છે.
અહીં જરા પીઠિકા કરવાની આવશ્યકતા જણાય છે. જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી પરમાત્મ તત્ત્વનો સાચો ખ્યાલ કદી થતો નથી, કારણ કે આત્માનું સ્વરૂપ ન જાણનાર આત્મામાં અવસ્થિતિ કરી શકતો નથી. જ્યાં સુધી દેહ, દેહી–આત્મા અને પરેને સમજવામાં ન આવે ત્યાં સુધી એને મુંઝવણને પાર રહેતા નથી અને અવ્યવસ્થિત સ્થિતિમાં એને વિકાસ અટકી પડે છે. આટલા માટે આત્મા કણ અને પર શું તેને નિરધાર કરવા માટે આત્માના ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. તે ત્રણ પ્રકાર તે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણની સ્પષ્ટ વ્યાખ્યા જ્ઞાનાર્ણવમાં શુભચંદ્રાચાર્યે કરી છે (પ્રકરણ ૩૨) તે તપાસી જઈએ. - શરીર વિગેરેમાં ભ્રમ થવાને પરિણામે આત્મબુદ્ધિ થાય અને મેહરાજાએ ઉત્પન્ન કરેલી પ્રમાદરૂપ નિદ્રાથી અંદર ચેતના ઉંઘી જાય તે બહિરાત્મભાવ. આ દશામાં શરીરને પિતાનું માનવામાં આવે છે અને વિગેરે શબ્દમાં સ્ત્રી, ઘર, છોકરા, માલ, મિલકત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org