________________
૨૬૨
શ્રી શાંતસુધારસ ઘેડાની શરતને દિવસે મહાલક્ષ્મીના સ્ટેશનેથી સાંજના કઈ તમારા ડબામાં બેસે અને તે રેસમાં ગુમાવીને આવ્યા હોય ( અને ઘણાખરા હારીને જ આવે છે) તે વખતે તેનાં મુખ જોયાં હોય તે ખ્યાલ આવે. આવી રીતે આવે મહેઢે છેડે છોડીને હારેલ જુગારીની જેમ તારે જવું છે કે હસ્તે ચહેરે? “અબ હમ ચલતે હૈ, એર સબકી પાસ ક્ષમા મંગતે હૈ” એવા આનંદધ્વનિ સાથે ખમતખામણા કરતાં આનંદથી જવું છે? ખૂબ મજાની વાત છે. મોટા મેટા રાજ્ય છોડીને જનાર હારેલ જુગારીની જેમ જ ગયા છે અને મોટા બજારોની ઉથલપાથલ કરનાર અંતે ખાલી હાથે જ ગયા છે. આંતર દષ્ટિએ ઉંડા ઉતરીને ખૂબ વિચાર કરીને બોલજે, ન બેલ તો કાંઈ નહિ, પણ વિચાર તો જરૂર કરજે. અંતે છાતી પર હાથ મૂકી, બે હાથ જોડી, હૃદયમાં અષ્ટદળ કમળની સ્થાપના કરી બ્રહ્મરંધ્રમાંથી અનંત આકાશમાં ઉડ્ડયન થાય એવી તારી વિચારણા, વાચા અને ક્રિયા છે? જે હોય તે તને આનંદ છે અને નહિ તો આ ભવ માત્ર ફેરો થયે એમ ગણજે, અને હજુ પણ જે કાંઈ સમય બાકી રહ્યો છે તેમાં સુધારવાને અવકાશ છે. આ રસ તે એ છે કે એક વાર એક ક્ષણ પણ ચખાઈ જાય તે જમાવટ કરી દે અને કાંઈ નહિ તો વિકાસક્રમ ( ઉત્ક્રાન્તિ ) તે જરૂર સુધારી દે.
બાકી તારી એકતાના સંબંધમાં તે વારંવાર શું કહેવું? શુભચંદ્રાચાર્ય જ્ઞાનાવમાં એકત્વ ભાવનાને ઉપસંહાર કરતાં કહે છે કે:–
gવ જ મતિ વિપુઃ શ્રીમુણો , एकः श्वभ्रं पिबति सलिलं छिद्यमानः कृपाणैः । एकः क्रोधाद्यनलकलितः कर्म बध्नाति विद्वान् , एकः सर्वावरणविगमे ज्ञानराज्यं भुनक्ति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org