________________
એકત્વભાવના.
“આ આત્મા એકલો જ સ્વર્ગમાં જાય છે અને ત્યાં જઈ દેવાંગનાના મુખકમળ ઉપર ભ્રમરરૂપ થઈ ભાગ ભગવે છે. એ એકલે જ અલકનરકમાં જાય છે અને લેહી પીએ છે અને તરવારેથી કપાય છે. એ અંદરથી ક્રોધથી સળગી ઉઠીને એ જ કર્મ બાંધે છે. એ જ્ઞાનીપંડિત થઈ
જ્યારે સર્વ આવરણનો નાશ કરે ત્યારે એકલો જ જ્ઞાનસામ્રાજ્યને ઉપભોગ કરે છે. મતલબ કહેવાની એ છે કે સારાં ફળ પણ તેને એકલાને જ ભેગવવાનાં છે અને મહાયાતના પણ તેણે એકલાએ જ સહેવાની છે. મુદ્દાની વાત એ છે કે એ સર્વ બાબતમાં એકલે છે અને મેક્ષે પણ એ એકલા જ જાય છે. ત્યારે હવે તે શું ધાર્યું છે?તેં નમિરાજર્ષિ જેવા પ્રત્યેકબુદ્ધની વાત સાંભળી, વાંચી. તેં જોયું કે મોટા એલેકઝાંડર જેવા શહેનશાહે પણ હાથ ઘસતાં ચાલ્યા ગયા, તેં જોયું કે મેટા શાહસોદાગરો રૂ બજાર, ચાંદી બજાર, શેર બજાર મૂકી ચાલ્યા ગયા, અને તેં જોયું કે અનેક ખટપટ કરનાર પણ અંતે તદ્દન નાગા પોલ્યા ! ત્યારે તારો વિચાર શું છે? કાંઈ વિચાર કર. જે. તારા વિચાર માટે ચિદાનંદજી લખી ગયા છે કે –
ભૂ ફિરે ફૂલ્યો મેહ મદિરાકી છાક માંહિ ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચાર, પંડિત કહાયો ગ્રંથ પઢી આપે નહિ સાચે ભેદ પાયે અરૂ ધાયો દેહકે વિકાર; પ્રભુતાઈ ધારે નવિ પ્રભુકં સંભારે મુખ જ્ઞાન તે ઉચ્ચારે નવિ મારે મન જારવું, ખેટે ઉપદેશ દેવે અતિ અતિચાર સેવે તે તે નવિ પાવે ભવ ઉદધિકે પારકું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org