________________
એક સ્વભાવગ્ના.
ર૬૧
આત્મનિરીક્ષણ કેમ થાય? તે સમજવાની બહુ જરૂર છે. શાંત સ્થાનમાં, નિરવ વાતાવરણમાં, શાંત સમયે જરા સારો વખત લઈ ચેતનની સાથે વાત કર. તું કેણ ? ક્યાંથી આવ્યો? કોની સાથે આવ્યા ? તારૂં કેણુ? કયાં જઈશ ? આ સર્વ ધમાલ શેની માંડી બેઠે છે? કેના સારૂ આ સર્વ પ્રપંચજાળમાં ફસાયે છે? આ સર્વ કયાં સુધી ચાલશે ? અને એ સર્વને તું ક્યાં સુધી ચલાવ્યા કરીશ ? તારે તારા વાતાવરણમાં જ ભમવું છે કે કેઈ નવું વાતાવરણ ઉભું કરી ચિરતન શાંતિ મેળવવી છે? તને જરા થાક પણ લાગતું નથી ? તું કેટલે ઘસડાઈ ગયે તેને તે વિચાર કર. અને આ અંગે તે જ ઉભા કર્યા છે તેને વિચાર કર. આવી આવી વિચારણા કરી, સંગેને બરાબર ઓળખી લઈ તેના પર વિજય મેળવવા પ્રયત્ન કરવાની આ ચાવી છે. આત્મ-નિરીક્ષણ કરે અને ચેતનને એના મૂળ સ્વરૂપમાં શોધી કાઢી એને બહલા– અને આદર્શ તરીકે તમારા હૃદય-મંદિરમાં એવા વિરુદ્ધ આત્માને મૂળ સિંહાસને સ્થાપે અને પછી વિચારે કે તું પણ એ જ છે, એ જ છે, એ થવાની તારામાં શક્તિ છે, માત્ર તારે પરભાવના વિલાસ છેડી દેવાના છે. - જે! વિચાર કર. તે જુગારીને રમતા જોયા છે, ખેલતા જોયા છે. તે જ્યારે દાવ માંડે છે ત્યારે તે ખૂબ ઉત્સાહમાં હોય છે. એને એમ જ હોય છે કે સર્વ રમત પિતે જીતશે. પછી એ ખૂબ જુસ્સાથી દાણા નાખે છે અને પૈસા પહોંચે ત્યાં સુધી ખેલે જાય છે. પછી એ હારી જાય તે વખતે એનું મોઢું જોયું હોય તે ખરેખર ખેદ થાય. એના હેશકશ ઉડી જશે, એના બારે બડી જશે, એ અર્ધમરેલ જે જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org