________________
૨૬૦
શ્રી શાંતસુધારસ
આવી રીતે પરભાવરમણતા દૂર કરી, આ સુંદર અવસર મળ્યો છે તેને લાભ લઈ લેવાની આવશ્યકતા અત્ર બતાવી છે.
એ કેમ મળે ? એનો એક રાજમાર્ગ છે. આપણે તેને સાધવા પ્રયત્ન કરીએ તો તે મળે તેમ છે. એની ચાવી ઉપર બતાવવામાં આવી છે ત્યાંથી શોધવાની છે. આ પ્રાણીને જે જે કાંઈ ઉપાધિઓ લાગી છે તે સર્વ આગંતુક છે. જે એ સર્વ સંગે ઉપર જય મેળવે અને આજુબાજુના વાતાવરણને ભૂલી જાય, તેને આધીન–તેમાં આસક્ત ન થાય તો એને રસ્તો થાય તેમ છે. અનંત ગુણવાળે આત્મા કેવો થઈ ગયે છે તે ચિદાનંદજીએ બતાવ્યું છે. તું મદમાતા થઈને ફરે છે, ચાલતી વખત ધર પર પગ મૂકતો નથી અને વિષયને કીડે થઈને “મૂરખ” નું સંબોધન મેળવે છે છતાં હજુ તારે એ જ વિષયે ચાટવા છે? એમાં જ રસ લે છે અને આજુબાજુના જે સંગે તેં એઠા કર્યા છે તેના ઉપર વિજય મેળવવાની તારી તાકાત છે? તું એને ભૂલી શકીશ? તું એનાથી ઉપરવટ થઈ શકીશ? પ્રથમ બેના જવાબ નકારમાં અને છેલ્લા ત્રણના હકારમાં હોય તે રસ્તો પ્રાપ્ય, સીધો સુતરો અને ભૂલા ન ખવરાવે તે છે.
આ આખી ભાવનાનું રહસ્ય “અંદર” જોવામાં છે. એવા ભાવના અંદર જોવા માટે છે. એકત્વ ભાવના એટલે Introspection-આત્મ-નિરીક્ષણ, તાત્વિક દષ્ટિએ આંતર–વિચારણું. અન્યત્વ ભાવના હવે પછી આવશે તે બહારની વિચારણા છે. તે circumspection કહેવાય. એકત્વભાવના આંતર ચક્ષુને માટે છે, અન્યત્વભાવના બાહ્ય ચક્ષુ માટે છે. પ્રથમની Subjectives, olley Obejective .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org