________________
૨૫૬
શ્રી શાંતસુધારસ
એને જરા ચાખી લેજે અને પછી એની તારા પર કેવી અસર થાય છે તે તું જેજે.
શાંત વાતાવરણ, શુભ સંગે, સ્નાવાળી રાત્રિ, ઢળક સાથે ગાન કરેલ લય અને સદગુરૂનું સાન્નિધ્ય એ સર્વ હવાને ચોખ્ખી કરી નાખશે અને આખું વિશ્વ નવા આકારમાં, નૂતન સ્વાંગમાં દેખાશે. પછી તેને અંદર પેસવાનું, આંતરવિચારણા કરવાનું મન થશે. માત્ર સહાનુભૂતિથી પ્રેમભાવે, આદરભાવે, શિષ્યભાવે, ખપી જીવને શોભે તેવી રીતે આ શમામૃત એક વાર ચાખવામાં આવે તે પછી તને એની લગની લાગશે અને તારૂં જીવતર સફળ થશે.
તું એક વાર એને ચાખ. પછી ગ્રંથકર્તા તને આશીર્વાદ આપે છે કે “તારામાં સુખરસને આનંદ વૃદ્ધિ પામો.” તારામાં સુખરસને આનંદ તે છે, પણ અત્યારે તને ઈદ્રિયોનાં સુખમાં લયલીનતા છે, તેમાં રતિ-પ્રીતિ છે. તેને હવે માલુમ પડયું છે કે એ રસ તે અલ્પસ્થાયી અને પરિણામે દુઃખ કરનાર છે. હવે તને જે સુખમાં રત થવાને કર્તા આશીર્વાદ આપે છે તે સુખ વિષયાતીત છે, વિષયથી દૂર છે, અકલ્પનીય છે, અનનુભૂત છે અને મહા અદ્દભુત હોઈ અપૂર્વ છે. તું એ રસને સ્વાદ કર અને એ વિષયાતીત સુખરસમાં તારી પ્રીતિ દિવસાનદિવસ કેમે ક્રમે વધતી જાઓ. * શમામૃત તે ભાવના છે, એ શરૂઆતથી આપણે જોતા આવ્યા છીએ. ભાવના ભાવવી, ઉંડા ઉતરીને તન્મય થવું અને તન્મય થઈ તેને જીરવવાનો નિશ્ચય કરો એ શમામૃતને આસ્વાદ છે.
એ ચાખતાં આંતરચક્ષુઓ ઉઘડી જશે અને એક વખત અંતરાત્મભાવને સ્પર્શ પણ થયે તે ગાડું રસ્તે જરૂર ચઢી જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org