________________
એકત્વ ભાવના.
૨૫૫
આ તો ગ્રંથકર્તા કહે છે કે તમે પરમેશ્વરને હદયમંદિરમાં સ્થાન આપે. બાકી તેને સ્થાન આપવાનું તમારા હાથમાં છે. સો ટચના સોનાને શેખ હોય તો તે આ એક જ રસ્તો છે અને ભેળસેળ ગમતી હોય, ગોટા વાળવા હાય તે તમારી મરજીની વાત છે. તમે પોતે એ જ સ્થાને બેસી શકશે તે સમજવા જેવી વાત છે.
૮છેવટે એક વાત કરવાની છે. ભાઈ વિનય ! ચેતન ! અત્યારે અમૃતરસ તારામાં જામ્યું છે. સગવશ ચેતન છે. તેં અત્યારે જે વાંચ્યું કે વિચાર્યું તેથી અથવા અત્યારે તું જે સંગમાં શાંતિ સ્થાનમાં આવી અમુક અંશે ઉપાધિમુક્ત થયે છે તેથી તારામાં સમતાને અમૃતરસ કાંઈક જાગી ગયેલ છે.
એ ઉપરાંત અનેક પ્રાણીઓ આ મનુષ્યભવની પ્રસિદ્ધ સગવડે મેળવી સમતાને જરૂર ઓળખી શકે છે. એ સર્વ શમરસના ચટકા છે. એને સંઘરીને ઉગાડવામાં આવે તો એમાં ખૂબ વધારે થઈ શકે એ આ નરભવ છે.
વળી એ શમરસ બહુ મનહર છે, પ્રીતિને જમાવનાર છે અને જે એની અસર તળે આવે તેના પર આશીર્વાદ વરસાવનાર છે. - ભાઈચેતન ! જરા ચેત ! અને એ સમતારસને સ્વાદ અત્યંત પ્રેમપૂર્વક એક ક્ષણવાર જરૂર કરી છે. ઉપર આ જ ભાવનાના ઉપદ્યાતના ચોથા લેકમાં કહ્યું છે તેમ એ રસ એક ક્ષણવાર પણ ચાખી જે, એની લીજત જરા તપાસી લે, એને ઘૂંટડે પી જા. અરે ઘુંટડો પૂરો ભરીને પીવાનું ન મળે તે એના થોડાં ટીપાંને પણ સ્વાદ લઈ લે. તને આગ્રહ કરીને કહેવામાં આવે છે કે એ રસને જરા આવાદી છે. " તું એને ખુબ પ્રેમથી સ્વાદ લેજે, અંતરંગના હર્ષથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org