________________
ર૫૪
શ્રીશાંતસુધારસ.
થયેલ આત્માની શુદ્ધ દશા છે અને એ મહામંદિરમાં જેને તેને સ્થાન ન જ હોય. ખૂબ વિચારણાને પરિણામે અનુભવ થાય છે અને એ અનુભવ આખા ભવના કરેલ આંતર નિદિધ્યાસનનું અમૃત તત્વ છે. એ અનુભવ પ્રાપ્ત કરવા ભેગીઓ મચ્યા છે અને એની ખાતર એમણે જંગલ સેવ્યા છે. એ અનુભવમંદિરમાં મહારાજ્યસ્થાન પર આ અચળ મૂર્તિ અવિનશ્વર પરમેશ્વરને સ્થાપ. પછી જે આનંદ થશે તે વચનથી અકથ્ય છે. જેમ સાકરને સ્વાદ કેવો લાગે તેનું વર્ણન ન કરી શકાય, પણ ખાવાથી સમજાય તેવો આ અનુભવ છે. એના મંદિરમાં એક વખત પરમાત્મસ્વરૂપને બરાબર સ્થાન મળ્યું અને એમાં કોઈ જાતને ભેળસેળ ન રહ્યો તે પછી રસ્તો સીધો અને સરળ છે.
આવા અનંત જ્ઞાનાદિ ગુણ યુક્ત પરમેશ્વરને તમારા અનુભવ–મંદિરમાં બરાબર સ્થાન આપે, પછી એની સાથે વાત કરે અને તેની સાથે તમારી એકતા ભાવે. યાદ રાખે કે એ પરમેશ્વર એક જ છે, એક સ્વરૂપે જ છે અને તમે પોતે એક રીતે તેનાથી જુદા નથી. તે મય થઈ શકે છે, માત્ર એક જ શરતે કે અંદર જે કચરે પેસી ગયે છે તેને દૂર કરી નાખે. ઘણુ પ્રયત્ન કરવાની કે જ્યાં ત્યાં દેડાદોડ કરવાની જરૂર નથી. અનુભવ જ્યારે નાથને જગાડશે ત્યારે સર્વ આવી મળશે, માટે અનુભવમંદિર વાળી-ઝાડીને સાફ કરે અને ત્યાં મોટા સિંહાસન પર પરમેશ્વરને ગોઠવી ઘો. ત્યાંથી તમને સર્વ મળશે, તમારાં ઈચ્છિત સિદ્ધ થશે અને આખા રખડપાટાને છેડે આવી જશે. : ૧ સાકર કરતાં ધૃતને સ્વાદ ન કહી શકાય એ વધારે ઠીક લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org