________________
એક સ્વભાવના.
૨૫૩
જતું નથી, કેઈમાં તે ભળી જતું નથી, કેઈ મય તે થઈ જતું નથી. આ રીતે ભેદભેદને સમજ બહુ જરૂરી છે.
આ આત્મા ખરેખર પરમેશ્વર છે, પૂજ્ય છે, ધયેય છે, વિશિષ્ટ છે અને વંદન, નમન, સેવનને છે. આત્મા મૂળ સ્વરૂપે આવે છે, ભગવાન છે, પરમેશ્વર છે, જ્યોતિ સ્વરૂપ છે, અનંત જ્ઞાનને ધણું છે અને નિરંતર નિશ્ચળ રહી, સર્વ રખડપટ્ટીઓથી રહિત થઈ એક સ્થાને વસનાર છે. બહિરાત્મભાવ મૂકી, અંતરાત્મભાવ પ્રકટ કરી, એનું એકત્વ સમજી આ વિચાર કરવામાં આવે તે પરમાત્મભાવ પ્રકટ છે, સિદ્ધ છે, પ્રાપ્તવ્ય છે અને પોતાની પાસે જ છે.
ચેતનજી ! તમારા અનુભવમંદિરમાં આ એક આત્માને બેસાડે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ એક પરમાત્મા જે જાતે અવિનશ્વર–શાશ્વત છે તે તમારા અનુભવમંદિરમાં વસે.
આપણે જરા આગળ જઈને એમ કહીએ કે તમારે પોતાનો જ આમા, તમે પોતે જ આ અનંત જ્ઞાન-દર્શન–ચારિત્રમય પરમેશ્વર છો. તમારા મંદિરમાં બીજા બહારના આત્માને લઈ આવ પડે કે બેસાડો પડે તેમ પણ નથી, માત્ર આદર્શ તરીકે તમારી પાસે પરમેશ્વર અને ભગવાનની વાત કરી છે, બાકી તમે પોતે જ તે છે અને તે તમને બેસાડતા આવડે અને અંદરથી દશા પલટાય તો તમને તે મહાસિંહાસન પર બેઠેલ દેખાશે. હાલ તુરત તમારા અનુભવમંદિરમાં એ પરમેશ્વરને સ્થાપન કરે અને એના જેવા બનવા ભાવના કરો. -
અનુભવ–મંદિર એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. એ જ્ઞાનસ્વભાવ ભુવન છે, અનેક ભવના વિકાસને પરિણામે પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org