________________
એક સ્વભાવના.
૨૫૧
ભજવે છે. એ ભીખારી થઈ ભીખ માગે છે, એ રાજા થાય છે, એ હાથીના હોદ્દા પર બેસે છે, એ ગધેડા પર બેસે છે, એ હુકમ કરનાર થાય છે, એ હુકમ ઊઠાવનાર થાય છે, એ વક્તા થાય છે, શ્રોતા થાય છે, લુલે-લંગડા થાય છે, આંધળોબેરે થાય છે, રોગી થાય છે, દીન થાય છે, પ્રતાપી થાય છે, લશ્કરને સરદાર થાય છે, વેપારી થાય છે, દલાલ થાય છે અને ટકાને ત્રણ શેર વેચાય તેવો પણ થાય છે. સંસારભાવનામાં જઈ ગયા તેવા અનેક રૂપે તે લે છે, પણ એ સર્વ એના ભેળનાં રૂપે છે, એના શુદ્ધ કાંચનત્વમાં એબ લગાડનારાં રૂપે છે. એટલે ભેળ એનામાં કર્મનો ભળે છે તેટલે તે અસલ સ્વરૂપમાંથી દૂર ને દૂર ખસતો જાય છે. એ મૂર્ખ દેખાય છે તેમાં પણ ભેગ છે અને દુઃખી દેખાય છે તેમાં પણ ભેગ છે. એને સંસારમાં ગમે તે સ્થિતિમાં જોવામાં આવે તે સર્વમાં એ છો-વધતે ભેગ જરૂર છે.
પણ જ્યારે એનું શુદ્ધ કાંચનમય સ્વરૂપ હોય, જ્યારે એ પ્રાપ્ત કરે, પ્રકટાવે અને કર્મને ભેગ દૂર કરે ત્યારે એ ભગવાન થાય છે, સાચ્ચદાનંદ સ્વરૂપ થાય છે, પરબ્રહ્મ થાય છે, સિદ્ધ થાય છે, અજરામર થાય છે, શાશ્વત સુખને ભક્તા થાય છે, અનંત જ્ઞાન-દર્શનમય થાય છે, અનંત ગુણેમાં વિહરનાર થાય છે, વિશિષ્ટ ગુણાપત્ર સિદ્ધ–બુદ્ધ-મુક્ત થઈ આત્મધર્મમાં અનંત કાળ સુધી વિલાસ કરનારે થાય છે અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે.
એકલે આવનાર અને એક જનાર આત્મા કર્મના સંબંધના ભેગથી કે થઈ જાય છે, એ ન હોય ત્યારે એની કેવી સુંદર દશા હોય છે અને એ કે સ્વભાવગુણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org