________________
૨૪૮
શ્રીશાંતસુધારસ ગમે તેમ કરીને પોતાનું વ્યક્તિત્વ પ્રકટ કરવું છે અને પછી એના આંચકા આવે ત્યારે પિોક મૂકીને રડવું છે. જ્યાં પરભાવમાં રમણતા થઈ અને તેને અંગે આત્મવિચારણું દૂર થઈ ગઈ તો પછી મમત્વ બંધાય છે અને એનાં ચક્કરમાં ચડ્યો એટલે એ ભારે થતો જ જાય છે અને ખાસ કરીને લોકપ્રશંસામાં આત્મભાવ વિસર્યો તે એની સ્ટીમર જરૂર ભારે થઈ જવાની એ નક્કી વાત છે. વિચારપરવશતા, અસ્પષ્ટ વિચાર, ધ્યેયની અસ્પષ્ટતા અને કર્તવ્યનિષ્ઠાને અભાવ એ જાહેર સેવાને અંગે પણું પરભાવમાં રમણતા કરાવે છે અને સાપેક્ષ દષ્ટિ ધ્યાનમાં ન હોય તે સ્ટીમરને જરૂર ભારે બનાવે છે. જાહેર સેવા કરનારે આ વાત ખુબ ધ્યાનમાં રાખવાની છે. પ્રમાણિક કર્તવ્યબુદ્ધિ હોય અને લોકપ્રશંસા તરફ ઉપેક્ષા હોય અથવા તેની પૃહા ન હોય તો આ નાના જીવનમાં ઘણાં કાર્ય થઈ શકે છે, પણ આવડત અને આત્મલક્ષ ન હોય તો સ્ટીમરને ખૂબ ભારે કરી દેવાનો અને અધ:પાત માટે થઈ જવાને ત્યાં પણ ભય છે એ વાત ધ્યાનમાં રાખવી. ખાસ લક્ષ્યમાં રાખવાનું કે જીસ ઘર બહોત વધામણા, ઉસ ઘર મેટી પિક.”
વહાણનું દષ્ટાન્ત ખૂબ વિચારવાનું છે અને તેમાં ખાસ મુદ્દો એ ધ્યાનમાં રાખવાનો છે કે જેનાં વહાણમાં માલ ભરાય તે જ વહાણ ભારે થાય છે અને ભારના પ્રમાણમાં તે જ માત્ર નીચે બેસે છે. મમતાની વિવિધતા વિચારી લેવી અને આપણું વહાણ આ ભવમાં વધારે ડૂબાડીએ છીએ કે તેને કાંઈ ઉપર લઈ આવીએ છીએ તેની માપણી, માપયંત્ર (થર્મોમીટર) દ્વારા જાતે ખૂબ વિચાર કરીને કરી લેવી.
૪. દારૂડીઆને તે જરૂર જોયા હશે. રાત્રે દશ-બાર વાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org