________________
૨૪૬
શ્રી શાંત-સુન્ધાસ
એકલાએ જ ભેગવવાનાં છે. ધનમાં ભાગ પડાવવા ઘણા આવશે, ઉજાણી જમવા સેંકડા આવશે, વરઘેાડામાં સાજનમાજનની શેભામાં વધારેા કરવા ઘણા આવશે; પણ વરરાજા તેા તુ એકલા જ છે અને ઘરસંસાર તેા તારે જ ચલાવવાના છે. તું માનતા હા કે તારી રમતમાં ભાગ પડાવનારા, તારા પાપના કે પુણ્યના ભાગીદાર થવાનું કબૂલ કરશે તે તુ ભૂલ ખાય છે. એ તે જેના પગ પર કેશ પડે તેને જ તેની પીડા ભેાગવવાની છે. તેમાં ખીજા કાઇ ભાગ પડાવવાના નથી. એને અંગે તારે ખૂબ વિચાર કરવાની જરૂર છે. એક વિશિષ્ટ લેખક કહે છે કે “ જેમ વનને દાવાનળ લાગે ત્યારે પક્ષીઓ ઉડી જાય છે તેમ ધનની વહેંચણી વખતે તારા આશ્રયમાં રહેનાર, તારા છત્રની પ્રશંસા કરનાર પણ જ્યારે તારે જવાબ આપવાં પડશે ત્યારે પક્ષીઓની જેમ નાસી જશે અને પછી તું કોઇની આશા રાખતા ન&િ. યાદ રાખજે કે નાનાં-મેટાં, સારાં-ખરામ તારાં સવ' નૃત્યના જવાબ તારે જ આપવા પડશે, માથું નીચું કરીને આપવા પડશે અને ગમે કે ન ગમે પણ ખરાખર આપવા પડશે તેમજ તે તારે એકલાએ જ આપવા પડશે. વળી બીજી પણ યાદ રાખજે કે કર્મ પરિણામ રાજાને મંદિરે સેા મણ તેલના દીવા ખળે છે. ત્યાં જરા પણ પેાલ ચાલી જાય કે ગેાટા વળાય તેવુ નથી. ત્યાં તારે એકલાએ હાજર થઇ સર્વ કર્મોના બદલેા લેવાના છે, ભેગવવાના છે અને સરવૈયાં ત્યાં નીકળવાનાં છે. તારા ખાતાની અત્યારે ખતવણી ચાલે છે. ગભરાઇશ નહિ, પણ વાત ખરાબર ધ્યાનમાં રાખજે. ત્યાં તારૂ ખાતુ અલગ છે અને જમે તથા ઉધાર સર્વનાં ફળ તારે એકલાને જ ભાગવવાનાં છે. એમાં એક ખાજુમાંથી બીજી બાજુ બાદબાકી થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org