________________
એક સ્વભાવના.
૨૪૫
એક જ જાય છે. કોઈ એની સાથે મરતું નથી અને એની ચિતામાં એને બદલે અન્ય કેઈ સૂતું નથી. નાનપણમાં કરેલી એક સજઝાયમાંથી નીચલું પદ્ય યાદ રહ્યું છે. તેમાં લખ્યું હતું કે –
હલી લગે સગી અંગના, શેરીઅ લગે સગી માય; સીમ લગે સાજન ભલે, પછે હંસ એકલો જાય.
જીવ! વારૂં છું મારા વાલમા. તે વખતે હંસ એક કેમ જતો હશે તેની જે કલ્પના કરેલી તે અત્યારે યાદ આવે છે. શેરી સુધી મા વળાવવા આવે, સ્મશાન સુધી સગાંઓ આવે–પણ પછી? અરે હવે તે સમજ્યા કે એમાં પછીને સવાલ જ નથી. હંસ તો કયારને ઉડી ગયે છે! શું ભવ્ય કલ્પના છે! પણ વાત એ છે કે હંસ અંતે એકલે ઉડી જાય છે અને જવાના વાર, તારીખ કે મુહૂર્તને જેત નથી. એક બીજી સક્ઝાયમાં “એક રે દિવસ એ આવશે” એમાં કરેલું કલપનાસ્પશી વર્ણન પણ બાળનજરે ખડું થાય છે. એમાંની ખરી હાંડલી એના કર્મની” એ વાકય હજુ પણ કરૂણારસ ઉત્પન્ન કરે છે. કાંઈક વિષયાંતર થાય છે. વાત એ છે કે આ પ્રાણી એકલી જાય છે. આપણે એકલાને સ્મશાનમાં પોઢતાં જોઈ આવ્યા છીએ. “એકતા” જવાનું છે એ વાતમાં જરા પણ શક પડતો નથી, છતાં અંદર ખાત્રી તે છે ને? કદાચ આપણું માટે દુનિયાને ક્રમ-સિદ્ધ નિયમ ફરી જશે એમ તે નથી લાગતું ને ?
આ પ્રાણું એકલે કર્મ કરે છે અને એના ફળ પોતે જ ભગવે છે. તે પોતાની ખાતરી કર્મ કરતો હોય કે ગમે તેની ખાતર કરતો હોય, પણ સારાં કે માઠાં આચરણનાં ફળ તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org