________________
૨૪૪
શ્રી શાંતસુધારસ તારે ધ, નથી તારા મિત્ર નથી તારા સગાં કઈ તારૂં છે? હોય તો કહે. અનેક જીવો છે તેમાં તારાં કોણ? અનેક ચીજો છે તેમાં તારી કઈ ? અને કેણ કેનું ? આ સવાલનો જવાબ આપીશ એટલે તને જણાશે કે આ તો ફેકટના ફસાઈ મર્યા !
આટલે વિચાર આવે એટલે પછી એને કેઈ જાતનું દુ:ખ થાય ખરું? અથવા એનાથી કઈ પાપાચરણ બને ખરું? દુ:ખ કેને લાગે ? જ્યાં કિં નિજ–પોતાનું શું ? એ સવાલ થયો એટલે દુઃખ શેનું? કોનું અને કેને લાગે?
આ સવાલ જેના મનમાં હદયસ્પશી થાય તેને પાપ કરવાની બુદ્ધિ કદી પણ થાય ખરી? એવા પ્રાણીને રાજમહેલ કે જંગલ સરખું જ લાગે. એને મન જેલ કે મહેલ સરખા જ દેખાય. એને ધનિક કે નિધન અવસ્થા સરખી લાગે. એને માન-અપમાન સર્વ પાર્થિવ લાગે. એને અભિમાન બચ્ચાના ખેલ લાગે. એને આવી ભવચેષ્ટા બાળકના કરેલાં ધૂળના ઘર જેવી લાગે. ટૂંકામાં એને દુ:ખ કે ખેદ લાગે નહિ અને કદાચ દુઃખ બાહ્ય નજરે દેખાય છે તેને તે મેજમાં ભેળવી લે. તેને પણ એ માણે, તેમાં પણ આનંદ પામે. એને પાર્થિવ કઈ ચીજ અસર ન કરે. એ તો “નિજ કિ”ને જ વિચાર કરે અને એ વિચારણું દુરિતના ઉદયને દૂર કરવા માટે પૂરતી છે. એવો સવાલ જેના મનમાં ઊઠે તેની વિચારણા કેવી હોય તે જુઓ –
૨. આ પ્રાણી એકલે ઉત્પન્ન થાય છે. તે જ્યારે જન્મ છે ત્યારે તદ્દન એકલો જ હોય છે. તેને જેના પર મેહ હોય તેવાં તેનાં સ્ત્રી-પુત્રાદિ તેની સાથે જન્મતાં નથી.
અને જ્યારે યમરાજ એને ઉપાડી જાય છે ત્યારે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org