________________
એકત્વભાવના.
ર૪૩
દહાડે વળે ?” આ દશા વિચારકની હોય. હાથમાં માથાની ખોપરી હોય પણ “ઉપશમ, વિવેક, સંવર’ એટલા શબ્દો સાંભળે ત્યાં સ્થિતિ બદલાઈ જાય છે અને ખની માણસ એ જ ભવમાં મોક્ષ સાધે છે. એ દશા વિચારકની હોય. તેટલા માટે જે એક વાર સમતાપૂર્વક ખરો એકત્વભાવ સમજાય તો પછી દશા ફરતાં અને પરમાનંદ પદ પ્રાપ્ત કરતાં વખત લાગતો નથી. ત્યારે એ એકત્વ ભાવના કેમ ભાવવી તેનું સ્વરૂપ હવે ઘણા અંશેપમાં વિચારી જઈએ. ઉપોદઘાતમાં ઘણું વાત થઈ ગઈ છે તેથી અષ્ટકમાં સંક્ષેપ કરી બાકીની વિચારણું વાચકની વિચારશક્તિ પર છોડવી ઠીક લાગે છે.
એકત્વ ભાવના–– ? : ગેયાષ્ટક પરિચય–
૧. ખૂબ શાંતિથી પૂર્ણ શાંત વાતાવરણમાં ગાવા ગ્ય આ અષ્ટક છે. એની ઢળક બહુ સુંદર છે. વિનય ! ચેતન ! તું વસ્તુસ્વરૂપને બરાબર વિચાર કર. ઉપર ઉપરના ખ્યાલ પડતા મૂકી વસ્તુની આંતરરચનાના મૂળ સુધી પહોંચી જા. તને માલૂમ પડશે કે એ વિચારણામાં તે કદી નહિ કપેલ ભવ્ય સત્યે પડેલાં છે. જેને સ્પર્શ પણ તને શાંત કરી દેશે અને તારી આસપાસ શાંતિનું સામ્રાજ્ય જમાવી દેશે.' - આ દુનિયામાં તારું પોતાનું શું છે? આ સીધે સવાલ છે. તેને તું વિચાર કર. જે તું તારા શરીરને તારૂં માનતા હે તો તે તારૂં નથી તે આપણે જોઈ ગયા. નથી તારૂં ઘર, નથી સારાં વાડીવજીફા, નથી તારી સ્ત્રી, નથી તારાં છોકરાં, નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org