________________
એકત્વ ભાવના.
૨૩૯
રૂપે અને બીજી હેયરૂપે થાય છે, પણ એક વાર ચેતનને ભાવી જુએ, એનામાં ઉતરી જાએ, એનામાં તન્મય થઇ જાઓ, દર ઉતરી જાએ, એનુ જ ચિંતવન કરા, જાણે આપણે સર્વથી અસંગ-અલિપ્ત હાઇ દૂર અથવા ઉપર ખડા છીએ અને આખા તમાસા જોઇએ છીએ એવા અનુભવ કરી. ખૂબ મજા આવશે, પૂર્વે કદી નહિ અનુભવેલ શાંતિ થશે અને ચંદનવાતની ઊર્મિએ અંદર ઉછળશે. એ રસ ક્ષણવાર અનુભવાશે, જરા સ્પશીને ચાલ્યે! જશે તે પણ જીવન ધન્ય થઈ જશે અને પછી શું કરવું તે અત્ર જણાવવાની જરૂર નથી. તમારે ચેતનરામ તેને શેાધી લેશે અને તેનેા પ્રયાસ હશે તે તે તેને મળી આવશે. એક વાત ધ્યાનમાં રાખશે કે આવા અવસર ફ્રી ફ્રીને વારંવાર નહિ મળે. અત્યારે મળેલી અનુકૂળતાએ મહુ ભારે છે અને મેઘેરા મૂલ્યની છે, એનુ એવુ મૂલ્ય આપવાની તમારી પાસે તાકાત સદા હાતી નથી, રહેતી નથી. એ ખાસ ધ્યાનમાં રાખશે.
(૬૬૫. ) એટલા માટે હું ચેતન ! તું સર્વ આળપંપાળ મૂકી દે, તારા નિજસ્વભાવમાં મગ્ન થઇ જા અને તારી એકતા જેનુ વર્ણન નીચેના અષ્ટકમાં કરવામાં આવશે તેની ભાવના કર, તેનેા વારંવાર વિચાર કર અને તે વિચારણામાં તન્મય થઈ જા. એ એકતાના વિચાર સમતા સાથે કર. સમતા વગરની એકતા તો તને મુંઝવી નાખશે, તને ગભરાવી મૂકશે, તને ખાપડા–બિચારા બનાવી દેશે. સમતા એટલે સમભાવ, અખંડ શાંતિ, આત્મસ્વરૂપ સાથે એકરૂપતુલ્યતા. વિનયવિજય ઉપાધ્યાય આરાધનાના સ્તવનમાં કહ્યું છે કે~~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org