________________
૨૩૮
શ્રી શાંતસુધારસ
સ્પર્શ કરીને વહેતા પવનની શીતળ લહરીના સ્પર્શ વખતે થાય છે. મમત્વ કે પભાવની રમણતા ગરમી લાવે છે. તમે ક્રોધ કે લેભ કરી જુઓ, આંખ લાલ થઈ જશે, છાતી થડક થડક થશે. જ્યારે આત્મવિચારણું થશે ત્યારે અંદર અને બહાર સાચી શાંતિ જામશે, ઉપર જણાવી તેવી શાંતિ થશે.
હિમાલય પર્વત પર ચંદનના ઝાડ પરથી પવનની જે શીતળ લહેર આવે છે એનું વર્ણન કરવું અશક્ય છે. માથું દુઃખે તો ચંદનના જરા લેપથી શાંતિ થાય છે તો પછી જ્યાં ચંદનના મોટા ઝાડને પશી પવનના તરંગે આવે તેનો પશે કે સુંદર હોય? તેની સાધારણ કલપના કરવી હોય તો પારસીની અગિયારી નજીક સુખડની દુકાન પાસેથી જરા પસાર થઈ જવું. આ ભવ્ય શાંતિ તને જરા પશી જાય-એક ક્ષણવાર પણ તને મળી જાય એટલું એક વાર હાલ થવા દે.
એક ક્ષણવારની આ માગણી હેતુસરની છે. એક વાર આ આત્મવિચારના રસને શેખ આને લાગ્યો તે પછી એને કાંઈ કહેવાની જરૂર પડે તેમ નથી. જેમ દારૂને શોખીન પઠું શોધી કાઢે છે અને કીડી મીઠાઈ શોધી કાઢે છે તેમ એ ચંદનની સુગંધીમાં રસ પડ્યા પછી જ્યાંથી તે મળશે ત્યાંથી શેધી કાઢશે, શોધવાના માર્ગે મેળવશે અને મેળવીને ગમે તે અગવડે ત્યાં પહોંચશે.
આત્મવિચારણામાં આત્માનું અસંગીપણું, જ્ઞાન-દર્શનચારિત્રમયપણું, એકત્વ, અવિનાશીત્વ વિગેરે આત્મિક સર્વ બાબતને સમાવેશ થાય છે અને આનુષાંગિક બાબત તરીકે અનાત્મ વસ્તુ–પરમાની વિચારણા થાય છે. પ્રથમની ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org