________________
એકત્વભાવના.
'૨૩૭ ચંચપ્રવેશ કરવાને સગવડ પણ તને મળી છે. તે ગુરૂચરણ સેવ્યા છે. તને વડિલે આત્મસાધન કરી લેવા સતત ઉપદેશ આપી રહ્યા છે. આ સર્વ સગવડો મળી છે તે તેને બરાબર લાભ લે. આમ હતાશ થઈને બેટાં ડેળાણે શા માટે કરી રહ્યો છે? તારી વિચારણા અન્ય માટે છે કે તારે માટે છે? ઉપર ઉપરની વાત છે કે હૃદયને સ્પર્શેલી કર્તવ્યપરાયણ માન્યતા છે ? આને વિચાર કર અને કાંઈક વ્યવહારૂ પરિણામ બતાવ.
જે! તારી આસપાસ પરભાવરમણતાનો કાળો પડદો ફરી વળે છે, એ પડદાએ તને ઘેરી લીધું છે અને તું ખરેખર તેને વશ પડી ગયું છે. આ પડદાને ચીરી નાખ, આ પરભાવરમણતાને ફેંકી દે, આ પરભાવરૂપ ઝબાને દૂર કર. અત્યારે તું જેમાં રાચી રહ્યો છે, જેમાં મેજ માણે છે, જેની ખાતર મુંઝાય છે તે સર્વ પરભાવ છે. તે સર્વને અત્યારે જરા છોડી દે. કૃપા કરીને એ બાહ્યભાવ, બહિરાત્મભાવને દૂર કર અને એ તારાં નથી, એને તારી સાથે ચિરકાળ સંબંધ નથી, એનાથી તને કઈ જાતને લાભ નથી એમ બરાબર માન અને માન્યતા પ્રમાણે કામ કર. અત્યારે કર્મપરિણામ રાજા તારા ઉપર પ્રસન્ન થયેલા છે અને તેને ખૂબ અનુકૂળ સંગમાં મૂક્યો છે તે તકને પૂરતો લાભ લે અને આ પરભાવના વિલાસને છોડી દે.
છેવટે થોડા વખત માટે તે પરભાવરમણતાને દૂર કર, જેથી આ મનુષ્ય ભવમાં ચંદનના વૃક્ષમાંથી નીકળતા શીતળ પવનની લહરીને રસ તને જરા સ્પશે. એ ચંદનવૃક્ષ તે. આત્મવિચાર છે. આત્મવિચારમાં પ્રાણી પડે ત્યારે એને એવી શાંતિ થઈ જાય છે કે જેવી શાંતિ સુખડના વૃક્ષેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org