________________
એકત્વભાવના.
૨૩૫
કાવાદાવા કરવા પડે છે અને પછી માનસિક પાપની હદ રહેતી નથી. પરદાનાલંપટ માણસનું મન સ્થિર રહેતું નથી, એની એક પણ યોજના સાગપાગ હોતી નથી અને પાર ઉતરવાના માર્ગોથી એ ભ્રષ્ટ થઈ જાય છે. એક આપત્તિ અનેક ઉપાધિઓને પ્રાદુર્ભાવ કરે છે અને પ્રાણને એની ભૂમિકા પરથી નીચે ઉતારી મૂકી એને ભ્રષ્ટ કરે છે. ગંગા સ્વર્ગથી ભ્રષ્ટ થઈ પછી કેટલી નીચે ઉતરી એનું દષ્ટાંત જાણીતું છે. ( આ સંબંધમાં ભર્તુહરિને લોક જાણીતું છે.)
આવી રીતે પરભાવમાં મમત્વ કરો–પરવસ્તુને પિતાની માનવી, પરભાવમાં સ્વાત્મબુદ્ધિ કરવી એ અનેક પ્રકારની પીડા અને ભયને પ્રાપ્ત કરી આપે છે. જ્યાં પિતાનું કાંઈ નથી, રહેવાનું નથી, સાથે આવવાનું નથી, તેને પોતાનાં માની તેની ખાતર મમત્વબુદ્ધિએ અધ:પાત થાય ત્યારે પછા તેનાં પરિણામે જરૂર ચાખવાં પડે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. આ આખો સંસાર મમત્વ ઉપર મંડાયે છે અને એ મમત્વ પરવસ્તુઓમાં છે એટલે એ સંબંધ અનેક પ્રકારની પીડાનું કારણ થાય તે તેનું અનિવાર્ય પરિણામ છે અને ભને માટે તે પછી સવાલ જ રહે? એક વસ્તુ પ્રાપ્ત કરવા પ્રાણી દરિયાપાર જાય છે, મૂની ખુશામત કરે છે, સાચું-ખેડું કરે છે અને પછી પરિણામે કેવાં કેવાં દુખે સહે છે તે હવે નવું જણાવવાનું રહેતું નથી. અને ભય તો પરભાવમાં ભરેલું જ છે. એક વસ્તુ લેવા જતાં અને પછી એને માટે યોજનાઓ ઘડતાં અને તેને અમલ કરતાં પ્રાણી કેટલે પરવશ બની જાય છે અને કેવાં જોખમ ખેડે છે તે દરરેજના અનુભવને વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org