________________
એકત્વભાવના.
૨૩૩
રીતે કહી શકાય. મમતા કર્મજન્ય, વિકૃત, અધઃપાત કરનારી આત્માની વિકારદશામાં પરભાવ સાથેના સંબંધને લઈને થયેલી દશા છે અને એને બરાબર ઓળખતાં આત્માની વિભાવદશા અને ત્યાંનાં તેનાં દચ્ચે બરાબર દેખાય તેમ છે. એ આવી મમતાને લઈને કલ્પનાઓ કરે છે અને નકામે આકુળવ્યાકુળ થઈ ભટક્યા કરે છે, કદી ઠરીને ઠામ બેસતો નથી, એ એની મૂળ દશા નથી, પણ ખાલી મમતા છે અને કર્મ સંબંધથી થયેલી વિકારદશા છે. પરાધીન થયેલ, વ્યાકુળ થઈ ગયેલા આત્માને આ કલ્પનાથી ઉભી કરેલી પરિસ્થિતિ બંધનમાં પાડે છે, પણ એ એને મૂળ સ્વભાવ નથી. એ કર્મના સંબંધથી પિતાને ભૂલી ગયા છે અને બેટા નામે ઓળખાય છે. તે કેમ થાય છે તે જુઓ.
( ૨.) આત્મા ખરેખર અત્યારે ક૯પનાની જાળમાં ગુંચવાઈ ગયો છે, એને મેહરાજાએ એ તે ન કરાવ્યું છે કે એ રાગને વશ પડી પાંચે ઈદ્રિયોના વિષયે તરફ ઢળી જાય છે, એ પોતાનું પ્રભુત્વ વિસરી જાય છે અને પરભાવમાં પડી જઈ પોતાની જાતને બેઈ બેસે છે અથવા ગુંચવી નાખે છે.
આત્માથી વ્યતિરિક્ત સર્વ પરભાવ છે, છતાં આ પ્રાણી શરીરને, ઘરને, પુત્ર-સ્ત્રી વિગેરે સંબંધીને, કામધંધાને પોતાનાં માને છે, ઇંદ્રિયના ભેગે જોગવવા એ પોતાને વિલાસ માને છે, પરિગ્રહ એકઠા કર એ પિતાની હકમત માને છે, અભિમાન કરવામાં સ્વમાન સમજે છે, ક્રોધ કરવામાં ગૃહસ્થાઈ ગણે છે, ક્યુટ-દંભ કરવામાં ચાતુર્ય માને છે, ઠઠ્ઠામશ્કરી કરદેવામાં આનંદ માને છે અને એવી રીતે એ અનેક પ્રકારના પરભાવમાં લલચાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org