________________
શશ કરી છે. કલ્પના કરનારી એની ૫
આ
રકર
શ્રી શાંતસુધારસ યના હેઈ તે મમતામાંથી જાગે છે. એ સર્વની પાછળ મમતા બેઠેલી છે અને એ સર્વને પ્રેરનારી એ જ રાક્ષસી છે. એ સર્વ મમત્વ ખાલી કલ્પનાથી ઉત્પન્ન થાય છે, પ્રાણીને પિતાને વશ કરી લે છે અને વશ કરીને ન અટકતાં આત્માને આકુળવ્યાકુળ કરી મૂકે છે, હાવરે બનાવી દે છે, લગભગ ગાંડા જેવો બનાવી દે છે.
ક૯૫ના કેટલું કામ કરે છે તે જણાવવા જેવું છે. આપણું સ્નેહીઓને પત્ર ન આવે ત્યાં કેટલી કલ્પના ઉભી કરી દઈએ છીએ ? કલ્પનાનાં ચિત્રોનો અનુભવ જેલમાં ખૂબ થાય છે, કારણ કે B કલાસમાં એક મહિને એક પત્ર અહીં મળે છે. વાત એ છે કે આપણે કલપના કરી આખો સંસાર ઉભું કરીએ છીએ અને પછી તેમાં ગુંચવાઈઅટવાઈ જઈએ છીએ અને એ જ મમતા આત્માને તદ્દન બહાવરો બનાવી મૂકે છે. એ (આત્મા) પછી શું કરે છે અને શાને સારૂ કરે છે એ સર્વ વિસરી જાય છે અને નકામાં આંટા મારે છે, અથવગરની ખટપટો કરે છે, પરિણામવગરની દુરંદેશીઓ કરે છે અને ઠેકાણાવગરની જનાઓ ઘડે છે, દુનિયામાં વહેવાર કે ડહાપણવાળે ગણવા માટે ખોટું ડોળાણ કરે છે.
એને મેહરાજા સાથે એ તે સંબંધ બંધાઈ ગયું છે કે તે પિતાનું ન હોય તેને પોતાનું માની, અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિ કરી પાસા ખેલ્યું જાય છે, તે તે વધતો જાય છે અને હારે તે બેવડું ખેલે છે અને એમ ને એમ તણાતો જ જાય છે. જેને વેદાંતીઓ “માયાવાદ” કહે છે તે માન્યતાથી ઉભી કરેલ સૃષ્ટિ છે. એ માયા એ જ મમતા છે એમ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org