________________
૨૩૧
એઋત્વભાવના. અને એને ખુલાસો શો ? એનો જવાબ આપતાં સુજ્ઞ વિચારકે કહે છે કે જ્ઞાન–દર્શનના તરંગમાં વિલાસ કરનાર આત્માને તે જ્ઞાન-દર્શનની જ વાતો હોય, તેને બદલે અત્યારે શું થઈ ગયું છે?
આપણે સંસારભાવનામાં અનેક પ્રસંગો જોયા તે પ્રમાણે આ પ્રાણ અનેક નાટક કર્યા જ કરે છે. જે જેલમાં પરિચયના આ અક્ષરો લખાયા છે ત્યાં આખા ઇલાકાના ભયંકર ગુન્હેગારને રાખવામાં આવે છે. ૨૫ વર્ષ તેમજ ૧૮ વર્ષની કેદ વાળા, પાંચ સાત વખત જેલમાં આવેલા અનેક છે અને જે કે અમને તેમનાથી અલગ રાખવામાં આવેલ છે છતાં, તેમની જે વાતો સીધી કે આડકતરી રીતે પ્રસંગોપાત જાણી તે પરથી મનુષ્ય કેટલા પાપમાં ઉતરી જાય છે તેનો ખ્યાલ આવ્યો. ખૂન, છેતરપીંડી, બળાત્કાર, વિશ્વાસઘાત, ચોરી અને તેવા બીજા અનેક ગુન્હાએ કરાય છે અને તે કરનારને પણ આત્મા છે !
તેને આત્મા–તે પ્રત્યેકને આત્મા શુદ્ધ સ્વરૂપે ઉપર વચ્ચે તેવો છે. ત્યારે આ સર્વ રમતો દેખાય છે તે શી ? આવી કયાંથી ? એનો જવાબ એક જ છે અને તે ચેથી તથા પાંચમી ભાવનામાંથી શોધી લેવાનો છે. આત્મા પોતે તો એક જ છે, એક જ છે, જ્ઞાન-દર્શનના તરંગમાં રમનાર છે અને જાતે પોતે પ્રભુ છે, મહાન છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
તદુપરાંત જે સર્વ દેખાય છે, જે આખી રમત મંડાયેલી છે અને જેના બંધનથી બંધાઈ આખી રમત માંડેલી દેખાય છે તે ખાલી મમત્વ છે, બેટી મમતા છે, વિનાકારણ છાતી ઉપર વળગાડેલ પથ્થર જેવી એ વાત છે.
સચેતન અચેતન કુલ પદાર્થો અને ભાવે આત્મા સિવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org