________________
૨૩૦
શ્રી.શાંત સુધારસ
દેવદત્ત છે, અમુક નગરના રહેનાર છે વિગેરે વિશેષ એધ થાય તે જ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અને દર્શન આત્માના મૂળ ગુણી છે, એના સહભાવી ધર્મો છે. માત્ર એના પર આવરણ આવી ગયેલ હાઇ અને બેધ એ થયેલ છે. દીવા ફરતુ કપડુ રાખીએ તે પ્રકાશ આદેશ થાય, પણ અંદર પ્રકાશ તેા છે જ. એ રીતે જ્ઞાન-દર્શન અંદર મૂળ સ્વભાવે એનામાં ભરેલા. એ છે અને એના તરંગામાં વિલાસ કરવા એટલે કે દેખવું અને જાણવું એ એને ખાસ ગુણુ છે, એ એનુ લક્ષણ છે અને સર્વકાળે સદા એ એની સાથે રહેનાર ધર્મ હાઇ એ એના તરંગમાં સદા આછે.-વધતા મ્હાલતા જ હાય છે.
આવા આત્મા છે. એ એકલેા જ છે (વ્યક્તિત્વવાળા છે). એ પાતાની જાતના માલેક છે અને એ જ્ઞાનદર્શનના તરંગામાં વિહાર કરનારા છે. એની અસલ સ્થિતિમાં એ સર્વ વસ્તુ, સર્વ ભાવા અને સર્વ હકીકતને દેખનાર અને તણુનાર છે, આવે આત્મા એના અસલ સ્વરૂપમાં છે. ભગવાન એ પેાતે છે, એ વાત ખાસ વિચારવા જેવી છે. એને પેાતાની સાચી સ્થિતિ હજુ પ્રાસ કરવાની છે, પણ એ એની પેાતાની સ્થિતિ હાઇ જે જેનુ હાય અથવા પ્રયાસસિદ્ધ હૈાય તે તેનું જ કહેવાય એ અપેક્ષાએ એને પેાતાને જ ભગવાન કહેવામાં આવ્યા છે. એ એનુ ભગવાનપણું એના ધ્યાનમાં રહે તે ખાતર તે કેાઇ ભગવાનને આદ તરીકે નમતા હાય તે તેને આ એના પ્રયાસપ્રાસબ્ય મૂળ ગુણ સાથે વિરાધ આવતા નથી. વાત એ છે કે એ પેાતે જ ભગવાન છે અને મહેનત કરે તેા પૂજ્ય (ભગવાન) થઇ શકે તેમ છે.
ત્યારે અત્યારે તે એ રગઢાળાય છે, રખડે છે, ચક્કરમાં પડી ગયેલ છે અને ક્યાંના ક્યાં ઉંડા ઉતરી ગયા છે એ સર્વ શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org