________________
એકત્વભાવના.
ર
કેટલું વ્યાપી ગયું છે અને એના પર કચરા કેટલે ચઢી ગયા છે તે સર્વનું કાંઇક પૃથક્કરણ અને અનતુ પર્યાલાચન કરીએ.
મૂળ સ્વરૂપે જોઇએ તેા પ્રત્યેક આત્મા એક સરખા છે. એ તદ્દન સ્વતંત્ર. સ્વાધીન વ્યક્તિ છે. અનુભવ કરવાથી, વિચાર કરવાથી, ચર્ચા કરવાથી અને એને ખરાખર સમજવાથી એ તન સ્વતંત્ર વ્યક્તિ છે એમ જણાઇ આવે તેમ છે.
પ્રત્યેક આત્માનું વ્યક્તિત્વ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે. એની મૂળ કે વિકારવાળી દશામાં તેનું વ્યક્તિત્વ કદી જતું રહેતુ નથી અને મેાક્ષમાં સર્વ કર્મથી વિમુક્ત થઈ જાય ત્યાં પણ એનુ વ્યક્તિત્વ રહે છે, તેથી આત્મા એક જ છે એમ ભાર મૂકીને અત્ર કહેવામાં આવ્યું છે અને તે પ્રત્યેક આત્માને લાગુ પડે છે. આખા વિશ્વના એક આત્મા છે એ વાત ન્યાયની કાઇ પણ કેટિથી અંધબેસતી નથી, પરંતુ એ બાબતમાં ચર્ચા કરવા જતાં વિષયાંતર થઇ જાય તેથી વસ્તુસ્વરૂપ બતાવી આગળ વધીએ.
એ આત્મા પેતે જ ભગવાન છે—પ્રભુ છે-માલેક છે-સર્વ સત્તાધિકારી છે અને તદૈન સ્વાધીન છે. એની વિકૃત દશામાં એ પેાતાનાં કર્મના કરનાર અને તેને ભોક્તા હાઇને તે કુલ માલેક છે અને એની મૂળ દશામાં અનત ગુણાના અધિકારી હાઈ આદર્શોની નજરે પ્રભુ છે. ભગ શબ્દના અનેક અર્થ છે પણ ટૂંકામાં કહીએ તે એ સર્વ શક્તિમાન છે.
એ આત્મા જ્ઞાન દર્શનના તર ંગામાં વિલાસ કરનાર છે. જ્ઞાન એટલે વસ્તુને વિશેષ આધ. દર્શન એટલે સામાન્ય એધ. આ માણસ છે એમ એધ થાય-જણાય તે દર્શન કહેવાય. તે ૧ દનમાં આ કરતાં પણ અવ્યક્ત ખેાધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org