________________
સંસા;રભાબ્વેના.
૨૧૧
તેમ જ કલ્પિત ભયેાથી ગભરાવુ, આંખને ન ગમે તેવી ચીજ કે માણસને જોઈ દુગચ્છા કરવી, ધૈર્ય ન રાખવું, પ્રમાણિકતા પર પાણી ફેરવવુ, ફૂટ વ્યવહાર કરવા, મનની વિશાળતાને ત્યાગ કરવા, પરસ્ત્રી તરફ પ્રેમ કરવેા, કુછંદે ચઢી જવું, જુગતાં ખેલવાં, ખાટાં આળ આપવા, અદેખાઇ–ઇર્ષ્યા કરવી, કલહ કરવા, નિંદા કરવી વિગેરે અનેક મનેાવિકારી છે અને તેનાથી આ સંસાર ભરેલા છે. એમાંથી જાણે કયારે છટકી જવાય એવુ થયા કરે છે છતાં છટકી જવાતું નથી એ સાચી વાત છે, કારણ કે સંસારને એના ખરા આકારમાં આ પ્રાણીએ કદી આળખ્યા નથી અને ઓળખવાને વખત આવે ત્યારે આ પ્રાણી આંખેા અધ કરી દે છે. એ વસ્તુત: સંસારને ખરાખર એળખતા જ નથી અને નકામા તણાઈને હેરાન થયા કરે છે.
આખા સંસારના ખ્યાલ કરવા તા મુશ્કેલ છે. આ ભાવનામાં એની રૂપરેખા સારી ચીતરી છે. આપણે આખા સંસારને વિચાર કરીએ ત્યારે તેને છેડા દેખાતા નથી અને જાણે આપણી આસપાસ શું બને છે તેને કાંઇ ખુલાસા મળતા નથી. જ્યાં નવ સાંધીએ ત્યાં તેર તૂટે છે અને જાણે આપણે તે આખા ભવ સાંધવાના જ ધંધેા માંડયો હોય એમ અહીં તહીં મેળ મેળવવા દોડીએ છીએ, અને છતાં કઇ જગ્યાએ સરખાઇ આવતી નથી. પૈસા હાય તા છેકરાં ન હાય, છેકરાં હાય તા સ્ત્રી ચાલી જાય, શરીરના ભાસા નહિ, નિરોગીપણાનું ઠેકાણું નહીં, વ્યાપાર કરનારા સર્વ લાભ લેવા ધારે પણ છેકરા–સ્રીની સરખાઇ હાય તેા વેપારના પત્તો નહિ, દુશ્મનેાની ઉપાધિ, સગાંઆની ઈર્ષ્યા, પૈસા હાય તા ચાલી જવાના ભય, વ્યાપારની અસ્થિરતા અને આવા આવા પાવગરનાં ઉપાધિસ્થાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org