________________
ફાર
શ્રી શાંતસુધાર
સંસારમાં ભરેલાં જ છે અને કઈ રીતે ઉપર ઉપરની શાંતિ પણ રહેવા દેતાં નથી. અને તે સર્વની ઉપર મરણને ભય તે માથે ઉભેલે જ રહે છે. સૃષ્ટિ વસાવીએ ત્યાં તે બાજી સંકેલાઈ જાય છે અને વસાવેલું સર્વ અત્ર પડ્યું રહે છે.
આમ ચારે તરફથી જાણે ઘેરાઈ ગયા હોઈએ અને મુંઝાઇ ગયા હોઈએ એમ આપણે રખડીએ છીએ અને આપણી એક પણ રીતે થાપ લાગતી નથી. અને એ સર્વમાં નવાઈની વાત એ છે કે આપણે એ સર્વ હકીક્ત અનુભવીએ છીએ છતાં સંસારને વળગતાં જઇએ છીએ અને જાણે કેઈએ આપણને પકડી રાખ્યા હોય તેમ માનીએ છીએ. જ્યારે કાળને સપાટ આવે ત્યારે સર્વ છેડીને ચાલ્યા જવાનું છે એમ જાણવા છતાં આપણે તો અમરપટ્ટા લખાવી આવ્યા હોઈએ એવી રીતે નિરંકુશ વર્તન કરીએ છીએ અને એ સંસારની ઉપર જવાને ખરો વિચાર કદી કરતા નથી. આપણે સારામાં સારો દાખલો લઈએ તે તેવા સુખી દેખાતા માણસને પણ ઉપાધિને પાર હેતે નથી એ ઉઘાડી વાત છે. ખર સુખી તો લાખમાં એક ભાગ્યે જ દેખાય છે. ત્યારે બાકીના પ્રાણુઓ શેની ખાતર સંસારમાં તરવરતા હશે એ એક મોટો પ્રશ્ન છે જેને નીકાલ થઈ શકે તેમ નથી.
સર્વ પ્રકારે સુખી મનુષ્યને દાખલ મળવો મુશ્કેલ છે, છતાં ધન, ઘરબાર, મટર, પુત્ર, પુત્રી, પરિવાર, દાસ, દાસી, સ્ત્રી વિગેરેની પ્રાપ્તિને સુખ માનવામાં આવે છે. પ્રથમ તે તેવી સર્વ સામગ્રીવાળા માણસો કેટલા? તેમને મળીને પૂછયું હોય તો તેવા માણસે પિતાને ઉપાધિથી ભરપૂર બતાવશે અને છતાં એવા એકાદ ટકાવાળાને બાદ કરીએ તે બાકીના ૯૯ ટકાને આ સંસારમાં સબડાવાનું તે કાંઈ કારણ નથી અને છતાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org