________________
૨૧૦
શ્રી શાંતસુધારસ
છે. પ્રાણુ મહાઆપત્તિમાં જીવન ઘસડે છે અને મરવાની ઈચ્છા કરતાં સંસારને વળગતો જાય છે. આમાં જીવન જેવું કશું નથી, હેતુ જેવું કાંઈ નથી, સાધ્ય કે સાધનને છાંટો પણ નથી.
આવી બાહ્ય ઉપાધિઓની વાત તો આપણે ઘણી કરી, પણ અંદરની ઉપાધિને હિસાબ કરીએ તો મગજ ઠેકાણે રહે તેમ નથી. વિચાર કરતાં કાંઠે હાથ લાગે તેમ નથી અને જાણે આપણે ભરદરિયે રખડી પડ્યા હોઈએ એવી ગંભીર સ્થિતિમાં આવી પડીએ છીએ. આપણને અંદરના મનોવિકારે કેવી રીતે ત્રાસ આપે છે તેનો જરા વિચાર કરીએ તો એક એક વિકારના નાના આવિર્ભાવ આપણને મુંઝવવા માટે પૂરતા થાય તેમ છે. એના લાક્ષણિક દષ્ટાંત તરીકે આપણે લોભને લઈએ. લોભને છેડો નથી, એ વધતો જ જાય છે. જેમ જેમ લાભ મળે તેમ તેમ વધારેની આશા થાય છે અને મને કદી સંપૂર્ણ થતાં જ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં એને “આકાશ” સાથે સરખાવેલ છે. એને પાર જ-છેડે જ આવતો નથી. લેભ અનેક પાપનું મૂળ છે. શાસ્ત્રકાર કહે છે કે લેભથી સર્વ ગુણેનો નાશ થાય છે. એ જ રીતે માયા–દંભ પણ અંદર રહીને ગોટા વાળે છે. મનમાં કંઈ રમત હોય, બોલવું બીજું અને વર્તન વળી તદન ત્રીજા પ્રકારનું. ક્રોધ અને માન તે વ્યવહારથી પણ મહા અહિત કરનાર અને દેખીતા દુર્ગુણો છે.
એ ઉપરાંત બીજા આંતર વિકારેને પાર નથી. મત્સર કરી પારકાનું અહિત ચિંતવવું, હાસ્યમાં બીજાની મશ્કરી કરવી, ઇંદ્રિયના વિષયમાં આનંદ માન, મેજશેખમાં સુખ માણવું, જરા ઓછું પડે ત્યાં અરતિ કરવી, નાની નાની બાબતમાં કે કોઈનાં વિયાગ કે મરણે શેકથી તપી જવું, અનેક જાતના સાચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org