________________
૨
સંસાર-લ્લાવના. સંસારમાં કોઈ પણ પડતું નથી અને પડવાની ભ્રમણા લાગે છે તે કલ્પિત હે તવન બેટી છે, માત્ર માન્યતામાં છે તે બરાબર પૃથક્કરણ કરતાં જરૂર સમજાય તેમ છે. જે ઘરઆર કે પૈસાનો ચોથો ભાગ પણ પરભવમાં સાથે લઈ જવાતે હોય તે કોઈ છોકરાંઓને વારસે પણ ન આપે.
આ પ્રાણીને ધન ઉપરને સ્નેહ છે એ તે ભારે આકરે છે. એને ધનના વિચારમાં મજા આવે છે, ધનની વાતમાં ખૂબ રસ પડે છે, ધન કમાવા માંડે ત્યારે તે એક રસ થઈ જાય છે તેમજ ધન અને ધનની ઝંખનામાં એ વિવેક પણ ભૂલી જાય છે. પોતાની જરૂરીઆત કેટલી તેને એ કદી સરવાળે કરતો નથી અને એના કૂટ ખ્યાલ પ્રમાણે એને સંતતિ માટે કેટલું જુદું રાખવું ઘટે એ કદી વિચારતો નથી. એ તે જમેના સરવાળા કરવામાં અને સરવૈયા જોવામાં એટલે ઉંડે ઉતરી જાય છે અને પછી તેને અંગે એને એવો પાત થાય છે કે એની વાત કરવી નહિ. ન્યાય કે અન્યાય, નીતિ કે ધર્મ, સર્વને બાજુએ મૂકી એ તે ધન પાછળ દોડે છે અને હેતુ કે અર્થ વગર સંસારને વધારી મૂકે છે.
આવે આ સંસાર છે. એમાં બાહ્ય ઉપાધિઓને પાર નથી. સર્વનાં મન જાળવવા અને કમીમાં ખપવું એ એટલી મુશ્કેલ વાત છે કે એમાં ઘસડબેરાનો પાર નથી અને છતાં વાસ્તવિક રીતે કોઈ આભાર માનતું પણ નથી. એકને એક દીકરી બાપ પહેલાં ચાલ્યા જાય, સ્ત્રી હદયને પ્રેમ શખે નહિ અને મિત્રે દ્રોહ કરે, સગાંઓ એણે દીધાં કરે, પરાક્ષમાં નિંદા કરેઆ સર્વ દરજ દેખાય છે. એનાં સુખ માત્ર માન્યતામાં છે અને તે પણ એ નેવું ટકા તે સંસારની ચકી પર દળાવાનું જ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org