________________
સંસારભાવના.
૨૦૭
( ૭ ) જે સ્વજન–સંતતિ ખાતર એ સંતાપ કરે છે, તે સમ
જ્યા વગરની વાત છે, ખોટી ફસામણ છે. (૮) કેઈવાર ઉન્નતિને શિખરે ચઢે છે તે કોઈવાર અધમા
ધમ થાય છે. કર્મથી નવાં નવાં રૂપ લે છે. (૯) નાનપણથી માંડીને મૃત્યુ પામવા સુધી એ દરેક બાબતમાં
પરવશ છે. એના હાથમાં કઈ રમત નથી. (૧૦) સગપણની વિચિત્રતા મુંઝવે તેવી છે. મા સ્ત્રી થાય
છે વિગેરે વિચારી જવા જેવી વાત છે. (૧૧) સંસાર દુ:ખ, સંતાપ અને રેગથી ભરેલું છે અને
ત્યાંથી સુખ મેળવવું છે ! (૧૨) કાળ જરા સુખ બતાવી પાછો સંહરી લે છે. એના
ઉપર વિશ્વાસ છે ? આ મુખ્ય મુદ્દાઓ છે. બાકી સંસાર-રચનાનો વિશાળ ખ્યાલ કરવો હોય તો શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં શ્રી સિદ્ધર્ષિગણિએ સંસારી જીવનું જે ચરિત્ર આપ્યું છે તે આખું વિચારવા ગ્ય છે. એમાં પણ ચોથા પ્રસ્તાવમાં વિમર્શ અને પ્રકર્ષ–મામા ભાણેજ રસનાનાં મૂળની શોધ કરવા નીકળ્યા છે. પછી ભવચકપુરમાં જાય છે અને ત્યાં જે જે દેખાવે જુએ છે તે સર્વ ખાસ વિચારવા છે. ચિત્તવૃત્તિ અટવીને છેડે મહરાજાને આ મંડપ ચીતરી અને વિપર્યાસ સિંહાસન ઉપર તેને બેસાડી જે કમાલ કરી છે તે આખા સાહિત્યમાં અલંકારરૂપ હેવા સાથે લાક્ષણિક, મર્મસ્પશી અને વિચારણીય છે. મેહરાજાને આખો પરિવાર વિચારવા એગ્ય છે, એની શક્તિ, કાર્યપદ્ધતિ અને કામ લેવાની આવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org