________________
સંસારભાવના.
૨૦૫
જીતનાર “જિન” કહેવાય છે. મેહના બે પુત્ર રાગ-દ્વેષ. તેમને જીતનાર હોવાથી તે “વીતરાગ” કહેવાય છે, સંસારમાં રહી પુરૂષાર્થ કરી મોક્ષ સાધનાર હોવાથી “ અર્હત્ ” કહેવાય છે, અને એ મેહરૂપ મેટા દુશ્મનને અને ખાસ કરીને કમ્મરૂપ દુમિનેને સામાન્ય રીતે હણનાર હોવાથી “અરિહંત” કહેવાય છે. એના વચનોને તું મનમાં ધારણ કર, ગોઠવ અને તે પર સારી રીતે વિચાર કર. સંસારનું આખું સ્વરૂપ તે તને બતાવી માગે ચઢાવી આપશે.
બીજી કોઈ જગ્યાએથી તને સંસારની બરાબર ઓળખાણ થતી હોય તો તે વચન સ્વીકારવાને અત્ર નિષેધ નથી. લેખકશ્રી કહે છે કે એમણે અનેક પ્રકારની પરીક્ષામાંથી જિનવચનને તાવી–તપાસી–ચકાસી જેયું છે અને તે સ્પષ્ટ અને સંસારને ઓળખાવનાર હોઈ તારી આ પ્રકરણમાં કહેલી સર્વ ગુંચવ
નો નિકાલ કરે તેવું છે. ગમે તે રીતે તેને તું ઓળખ એ મુદે છે, પણ ઉપરઉપરની વાતેથી વળવાનું નથી. એને મનમાં ધારણ કરી તે પર ખૂબ વિચાર કરવાનો છે.
બીજી વાત એ છે કે શમામૃતનું પાન કરીને તું મેક્ષ સાથે તન્મય ભાવ કરી દે. તને સંસાર અનેક ઉપાધિથી ભરપૂર, ચિતાનું સ્થાન લાગ્યો છે તો તારે મેક્ષ મેળવવું જ રહ્યો. સંસારથી છૂટવું એનું નામ જ મેક્ષ છે. તને આખી વિચારણા–ભાવના વિચાર્યા પછી એમાંથી નાસી છૂટવું જરૂરી લાગતું હોય તે શાંતરસનું પાન કરવા મંડી જા, લેટા ભરી ભરીને એને પી અને તે રીતે મુક્તિ સાથે તારી એકતા તું સ્થાપ. વિનય ! તું ખરે વિનીત છે, તારે સાચે માગે ચઢવું જ હોય અને આ સંસારથી તું ખરે કંટાળી ગયે હે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org