________________
સંસારભાવના.
૨૩. વાત વિચારવાની એ છે કે કદાચ જરા માન્યતાનાં સુખ કે વૈભવ મળી જાય તે પણ તે કયારે રાંહરાઈ જશે અને તેની સાથેનો સંબંધ કયારે પૂરો થશે તે આપણે કદી પ્રથમથી જાણતા નથી, પણ કઈકનાં સુખ–વૈભ થડા વખતમાં લેવાઈ જતાં આપણે નજરે જોયાં છે તેથી કદાચ તને વ્યવહારથી થોડાં સુખ-સમૃદ્ધિ કે વૈભવ મળ્યાં હોય તો પણ તેના ઉપર કેટલે વિશ્વાસ રાખ તે તું વિચારજે. આખા સંસારને ખ્યાલ કરીશ તો તને એમાં કાળબટુકની રમત જ દેખાશે. આ રમત સમજવી એ સંસારભાવના છે.
આ સંસાર છે! એના ગોટાળાને પાર નથી, એમાં મહરાજા અથવા કમરાજ તથા કાળબટુકના વિચિત્ર પ્રગો થાય છે, એમાં પ્રાણીને નિરાંતે બેસવાની તક પણ મળતી નથી અને એમાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ભરેલાં છે. ટૂંકામાં સંસારને ઓળખવા ઘણું વાત કરી દીધી. એ પરથી તારે શું કર્તવ્ય પ્રાપ્ત થાય છે તે પણ તું જોઈ લે એટલે આ વિચારણા નકામી તણાઈ ન જાય.
આને અંગે બે બાબત ખાસ ભલામણ કરવા યોગ્ય છે. એક તે ઉપર જણાવ્યા તેવા પાર વગરના ભયને કાપી નાખે, એને સર્વથા નાશ કરે, એવા કોઈ આશ્રયનું સ્થાન હોય તો તેને આશ્રય કરો. આ પ્રાણીને મેહરાજાએ ગાંડા બનાવી દીધો છે, કેફી બનાવી દીધો છે, અક્કલશૂન્ય બનાવી દીધો છે, એને સંતાપ, ઉપાધિ, રખડપાટા, અપમાન, નવાં નવાં રૂપ અને વિવિધ નાટક ભજવીને જ્યાં ત્યાં કૂટાવાનું છે, પણ એને ઠરીને ઠામ બેસવાને વારે આવતો જ નથી. જરા ઠેકાણે પડે કે બાજુમાં બગડે, નવ સાંધે ત્યાં તેર તૂટે એવી એની દશા છે અને હમેશાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org