________________
૨૦૨
શ્રી શાંત-સુધારસ
એ કાળરૂપ ચાર, ધાડપાડુ આ પ્રાણ સાથે કેવી રમત રમે છે તે જુઓ. તે કઈ વખત જરા સુખ દેખાડે, છોકરા ન હેય તેને છોકરાં આપે, ઘર ન હોય તેને ઘર વસાવી આપે, નોકરી ન મળતી હોય તેને ઠેકાણે પાડે અને પ્રાણી સમજે કે હું સુખી થયે. એવી જ રીતે ઘણા થોડાને એ વૈભવ મેળવી આપે, પોતે માટે શેઠીચે કે માલીક બની જાય; પણ પાછે થોડે વખત થાય ત્યાં એ નીચેની ઇંટ ખેંચી લે છે. એકનો એક છોકરો ચાલ્યો જાય છે, પછવાડે વિધવાને મૂકતો જાય છે, ધન પગ કરીને ચાલ્યું જાય છે અને બુધવારિયામાં નામ નોંધાવવાના દહાડા આવે છે, સગવડે સર્વ ખેંચાઈ જાય છે અને ઉપરાઉપરી આફતો આવતી જાય છે. સાંસારિક સર્વ સુખકલ્પનાથી માની લીધેલાં સુખ અને વગર જરૂરીઆતે એકઠા થયેલ વૈભવની આ સ્થિતિ થાય છે અને છેલ્લા મહાવિગ્રહ પછી તો આપણે આ સર્વ વાત નજરે જોઈ છે.
કાળ ચાર એવી સિફતથી કામ લે છે કે એ જરા જરા ઉપર ઉપરનાં સુખે આપી આ પ્રાણીને લલચાવે છે અને પછી ધકેલી મૂકે છે. નાના બાળકને સેવ ને મમરા ગોળને લાગે આપી તેની કડલી કાઢી લેવામાં આવે તેવું કાળબટુકનું આ પ્રાણી સાથે વર્તન છે. આ ભવમાં પણ આ પ્રાણુની–આપણું પેતાની સાથે કાળબટુક આવી ચેષ્ટા કરે છે અને અનેક પ્રકારના ચેડાં કાઢે છે. તે જાણે તદ્દન અણસમજુ નાનું બાળક હોય તેમ તેની સાથે વર્તે છે, પછી અહીંના કર્મથી ભરેલા પિટલાઓ ઉપડાવીને જીવને એ બીજે લઈ જશે. ત્યાં તો તેના કેવા સંસ્કાર કરશે એ તો આખો જુદે જ વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org