________________
૨૦૦
શ્રી શાંતસુધારસ
ન પડવા દેતી નથી અને ક્ષય, અતિસાર, ભગંદર, કોઢ કે એવા મહાવ્યાધિ થયા હોય ત્યારે તે ઉપાધિને પાર રહેતું નથી.
આ સંસાર તપાસીએ તે તેમાં ઉપરનાં અને બીજાં અનેક (૧) દુ:, (૨) ઉચાટ અને (૩) વ્યાધિઓ ભરેલાં છે. કોઈ માંદા પડે ત્યારે આપણે જેવા–ખબર પૂછવા જઈએ છીએ અને આપણે વારે આવે ત્યારે તે ખબર પૂછી વિદાય થાય છે. આવી ઉપાધિઓથી ભરેલા સંસાર સાથે આપણે કામ લેવાનું છે. દરરોજ આપણે દુ:ખ, અતિ અને વ્યાધિમાં સબડીએ છીએ, એનાથી બળી–જળી રહીએ છીએ અને એનાથી કંટાળી હેરાન–હેરાન થઈ જઈએ છીએ.
છતાં આશ્ચર્યની વાત એ છે કે એ સંસારને આપણે ચાટતા જઈએ છીએ. આપણને ગમે તેટલો કડવો અનુભવ શ્રાય, આપણે ઠેકાણે ઠેકાણે પાછા પડીએ, આપણે કાંઈ પત્તો ન લાગે, આપણું કાંઈ ગણતરી ન થાય, આપણને અનેક વ્યાધિઓ વળગેલા હોય અને નિરાંતે કદી ઉંઘતા ન હોઈએ, ઉંઘમાંથી સફાળા ઊઠી જતા હોઈએ, છતાં પણ એ સંસારને આપણે વળગતા જઈએ છીએ. જ્યાં પાર વગરની ઉપાધિ ખમી ત્યાંથી જ આપણે સુખ મેળવવાના ફાંફાં મારીએ છીએ અને ઉપરથી એકાદ મધનું ટીપું પડી જશે એવી આશામાં પડું પડું થઈ રહેલી ડાળને વળગતા જઈએ છીએ. આ દશા દારૂડીયાની હોય કે કેઈ સમજુ પ્રાણીની હોય ? જ્યાં અપમાન, ઉચાટ અને સંતાપ મળતાં હોય ત્યાં સમજુ પ્રાણું તો જાય નહિ. દારૂના કેફમાં વિવેક ભૂલી એ સંસારમાંથી આનંદ મેળવવાના બેટા પ્રયાસો છે, એમાં જરા પણ માલ નથી અને જ્યાં સાચું ચિરસ્થાયી સુખ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org