________________
સંસાર-ભાવગ્ના.
૧૯ અને આઘાતે ખમે છે, પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થાય છે. એ ભૂખ સહે છે, પરદેશ વેઠે છે, તર્કટ કરે છે, સાચાં– ખેટાં કરે છે અને આખો વખત જાણે પેટ ભરવા જ જન્મે હોય એમ વતે છે. એને સગાંનાં મરણેનાં દુઃખ, એને મિત્રો ખોઈ બેસવાનાં દુ:ખ, એનાં શેઠીઆઓનાં હકારા, એના અમલદારોના ત્રાસ, બીલ ઉઘરાવનારાઓનાં દુર્વચનોનું શ્રવણ વિગેરે દુખે તો જાણે દરરોજના થઈ પડ્યા છે. શરીરના ત્રાસ ઓછા નથી, એને ઠંડા કે ગરમ થતાં વાર લાગતી નથી અને એ અનેક પ્રકારે બોજારૂપ થયા કરે છે. આવાં તો પારવગરનાં દુઃખે ” આ સંસારમાં સામાન્ય રીતે ભરેલાં છે અને તે ઉપરાંત અંગત દુ:ખને તે હિસાબ નથી. *
એની માનસિક “અતિ ”—ઉચાટને સરવાળે કરીએ તો તે પાર ન આવે તેવું છે. મનના સંતાપ અને ઉચાટેથી આ સંસાર ભરેલો છે. એક દિવસ ઉચાટ વગર જતો નથી. કેટલાક સાચા, કેટલાક કલિપત અને કેટલાક ઉભા કરેલા ઉચાટે આ જીવને હેરાન કર્યા જ કરે છે અને તે દરરોજ જાણે આ પ્રસંગેમાંથી નાસી છૂટી, જંગલમાં ભાગી જવા ઈચ્છે છે.
વ્યાધિઓની ઉપાધિઓ કહી–કથી જાય તેમ નથી. મહારેગ જોયા કે અનુભવ્યા હોય તો એને સાચે ખ્યાલ થાય, પણ મેટા વ્યાધિની શી વાત કરવી? શરીરમાં એક નાનું સરખું ગુમડું થયું હોય તે આખું ધકધ્યાન તેના તરફ જ રહે છે અને જાણે આખું શરીર એ એક જ જગ્યાએ આવી પડયું હોય તેમ સણકા મારે છે. દાઢની પીડા, બગલમાં બાબલાઈ કે નાકમાં એક નાની સરખી ગુમડી (માલણ) થઈ હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org