________________
૧૯૮
શ્રીશાંતસુધાર-સ માર્ગ પર લઈ આવે તેવી પણ છે. પુનરાવર્તનને ભેગે તને કહેવાની જરૂર છે કે સંસારની આ મહા વિચિત્રતા ખૂબ વિચારજે અને વિચારીને નરભવના બાકીના ભાગને સારા ઉપગમાં લેજે.
અહીં જે વાર્તા લખી છે તે જરા નવાઈ જેવી લાગે તેવી છે, પણ વિચિત્ર સંસારચક્રમાં બનવાજોગ છે અને અનંત સંસારમાં સર્વ વિચિત્ર સંબંધે થાય છે તેની દિવ્યજ્ઞાનવાળા સાક્ષી આપે છે. ખબ વિચારવા જેવી આ વાત છે. એની વિચારણામાં સંસાર પર જય છે અને ઉપેક્ષામાં સંસારનો તારા પર જય છે એ વાત તું ખૂબ ધ્યાનમાં રાખજે. ન ગમે તેવું સત્ય હોય પણ
જ્યારે વિચારણા કરવા બેઠા ત્યારે એને એના નગ્ન આકારમાં રજુ કરવું જ રહ્યું અને આ તે ન ગમે તેવી પણ બહુ મુદ્દાની વાત હોઈ ખાસ વિચારવા લાગ્યા છે.
૬. મહારાજાએ આ પ્રાણીની કેવી દશા કરી છે તે જોવા જેવું છે. એક માણસ દારૂ પીવે અને પછી બેવડાની કેફમાં લડથડી ખાય, ગટરમાં પડે, પોતાનાંને પણ ન ઓળખે અને તદ્દન ગાંડા થઈ ગમે તેમ વર્તે તેના જેવી આ પ્રાણુની દશા મેહરાજાએ કરી દીધી છે, એને તદ્દન મુંઝવી નાખે છે અને એની વિચારણાશક્તિ, પૃથકકરણશક્તિ અને સદસદ્વિવેકશક્તિ પર હડતાળ લગાવી છે. આ પ્રાણીનું વર્તન જોઈએ એટલે એના પર મેહની કરેલી કેફની અસર કેટલી થઈ છે અને તેથી એ “ક્ષીબ—તદન પરાધીન, બુદ્ધિહીન, વિચારણશૂન્ય કે થઈ ગયા છે તેનો ખ્યાલ આવશે.
આ જીવનમાં જોવામાં આવશે તે ઉપાધિનો પાર નથી, દુઃખને અંત નથી અને અગવડને પાર નથી. જીવનકલહ એટલે આકરે છે કે એની ખાતર પ્રાણું કઈક પાપ સેવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org