________________
૧૯૪
શ્રી શાંતસુધારસ
૪. આવી રીતે પરભવમાં તે અનેક રૂપ લીધાં છે તે વાત બાજુએ રાખીએ, તે આ ભવમાં પણ તારી કેટલી દશાઓ થઈ છે તે તું જોઈ લે. બાળક છે ત્યારે સર્વ બાબતમાં “પરવશ”ખવરાવે કઈ ધવરાવે કેઈ, હુવરાવે કે, કપડાં પહેરાવે છે અને પછી જરા ચાલતે થા ત્યારે તું ધૂળમાં રગદોળાયે, તે ન અડવા વિષ્ટાએ ચુંથી, તારા ગાલ પર મેસના થપેડા વળગ્યા, નાકમાં ગુંગા, આંખમાં ચીપડા, નસકોરામાં શેડા અને મહેમાંથી લાળ ચાલતી તે અનુભવી અને માતાનું દૂધ ધાવી–ધાવીને તું ઉછર્યો. પછી તું જવાનીઓ થયો એટલે અભિમાનથી “મત્ત થયે. જાણે ધરણી ઉપર પગ મૂક્યા વગર અધર ને અધર ચાલતું હોય તે, રંગરાગમાં ઈસ્ત્રીબંધ કપડાં પહેરીને ચાલે ત્યારે જાણે પૃથ્વીનું રાજ્ય તારૂં હોય તે સ્વાંગ ધારણ કર્યો. પછી આવ્યું ઘડપણ એટલે લાકડી લીધી હાથમાં. ઉધરસ ખાતે, શ્વાસ લેત, દમથી શેકાતે, ડગમગતી ડેકીએ પરાધીન દશામાં જીવત મુવા જે, આંખમાં પાણી અને મુખમાંથી લાળ પડતી હેાય ત્યારે પાછો પરાધીન થઈ ઘરના એક ખૂણામાં બેસે છે. છેવટે તદ્દન પરસ્વાધીન થઈ જઈ યમદેવને તાબે થાય છે. સર્વને છોડી ચાલ્યા જાય છે. આ તે આ ભવમાં તારી દશા છે. તું બાલ્યવયમાં પરવશતાને પાઠ ભજવે છે, પછી મદમસ્તના પાઠ ભજવે છે, પછી ખરખર બેરડીને પાઠ ભજવે છે અને છેવટે પાછો પરાધીનતાને પાઠ ભજવે છે. આ હકીકત પણ તને ઓછી વિચારમાં નાખી દે તેવી–શરમાવે તેવી–મુંઝવે તેવી લાગતી નથી ? શેના ઉપર તારે રેફ છે? આ સર્વ મસ્તી તું શા કારણે કરે છે? તારે આ ભવને તે વિચાર કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org