________________
સંસારભાવના.
૧૪
एगया खत्तियो होइ, तओ चंडाल बुक्कसो, तओ कीड पयंगो य, तओ कुंथु पिपीलिया।
“ આ જીવ કોઈવાર દેવલોકમાં ઉપજે છે, કોઈવાર નારકીમાં ઉપજે છે, કોઈ વખત ભુવનપતિ આદિમાં અસુર થાય છે. એનાં કર્મ પ્રમાણે એ જાય છે. કેઈ વાર એ ક્ષત્રિય થાય છે, કોઈ વાર ચંડાળ અને વર્ણશંકર (જુદી જુદી જાતિના માબાપવાળે ) થાય છે, કોઈવાર કીડે થાય છે, કેઈવાર પતંગ થાય છે, કોઈવાર કુંથુઓ થાય છે, કોઈવાર કીડી થાય છે.”
હવે કયાં દેવ અને કયાં કુંથુઓ? ક્યાં ભુવનપતિ અને કયાં પતંગિયે ? આ તે મેહ છે અને ચાળા શા! તેવી જ રીતે જ્ઞાનાર્ણવકાર કહે છે કે –
स्वर्गी पतति साक्रन्दं, श्वा स्वर्गमधिरोहति । श्रोत्रियः सारमेयः स्यात्कृमिर्वा श्वपचोऽपि वा ॥
સ્વર્ગને દેવ રવડતે રવડતો નીચે પડે છે અને કુતરે મરીને ઊંચે સ્વર્ગમાં જાય છે. માટે શ્રોત્રિય બ્રાહ્મણ (સ્પર્શાસ્પર્શમાં ખૂબ માનનાર અને કુતરાને કે અસ્પૃશ્ય જાતિને અઢ જવાય તે ન્હાનાર) કુતર થાય છે, કરમિયે થાય છે અથવા ચંડાળ થાય છે. આ સર્વ બનવાજોગ છે, એમાં નવાઈ જેવું કાંઈ નથી. સંસારનું નાટક ચાલે છે અને તેના પાત્રે કર્મરાજા નચાવે તેમ નાચે છે અને તે ફરમાવે તેવા વેશ લે છે. નવાં નવાં રૂપ લેવાં તે પણ કર્મને આધીન છે, તેની સત્તાને વિષય છે અને તેમાં તારે કાંઈ ઊંચા-નીચા થઈ જવાનું નથી. બરાબર નાટક જે અને વિચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org