________________
૧૯૨
શ્રી શાંતસુધારસ અનેક વિકૃત, તિરસ્કૃત, ભયંકરરૂપ લેનાર, તિયામાં પાટુ અને પાણી ખાનાર, પારકા મલીદા ઉઘરાવનાર, વિષ્ટા ઉપર બેસનાર, ટુકડો રોટલો ખાનાર, જારના દાણા ચણનાર, ચાબખાના માર સહનાર, ડફણાંના ઘા સહનારતું તે કઈ બાબતને ગૈારવ કરે છે? શેનું અભિમાન કરે છે? અને કાચમાં મુખડું નીરખી શેના ઉપર મલકાય છે? તું તે કર્મને આધીન છે, કર્મ પરિણામ રાજાના ચેલા મોટા રાસને એક નાટકીઓ છે અને કાળપરિણતિ દેવી સાથે બેસી એ રાજા નાટક જુએ છે. તારે તો વેશ–ઉત્તરોત્તર ભજવવાનાં જ છે. ભવિતવ્યતા દેવી ગાળી આપે તે લઈ તારે એક પાઠ તેના હુકમ પ્રમાણે ભજવવાને છે. તેં તો કેક પાઠો ભજવ્યા છે, દરવખત નવાં નવાં રૂપ લીધા છે. આમાં તું કોઈ વખત કદાચ તારા મનથી સારું ઉન્નતિનું સ્થાન પામ્યા તે તેમાં પણ તારી શિયારી કાંઈ નથી. તેને તે પાઠ ભજવનારા તો અન્ય છે, તેને તે ઓળખ્યા નથી પણ તારે ઓળખવાની જરૂર છે અને એને ઓળખીશ એટલે તારું આખું નાટક તારા ધ્યાનમાં આવી જશે.
નવાં નવાં રૂપની ગોઠવણ કેવી રીતે થાય છે તેની આખી ઘટનાનું દર્શન ઉપમિતિકારે આબાદ ચીતર્યું છે. તે ત્યાંથી સમજવા એગ્ય છે, પણ એમાં મલકાવા જેવું કાંઈ નથી. નાટક વિચારતાં આખા સંસારનું દર્શન થાય છે અને તે વિચારણા અત્ર કર્તવ્ય છે. • ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં (ગાથા ૩-૪) કહ્યું છે કે –
एगया देवलोएसु नरयेसु वि एगया, एगया आसुरं कायं अहाकम्मेहिं गच्छई ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org