________________
૧૯૧
સંસારભાવના.
૩. હવે જરા તારી વિચારધારા આગળ ચલાવ. આખરે તું કર્મને આધીન છે અને તે નચાવે તેમ તારે નાચવાનું છે. તું કઈ કઈ ભવમાં ઉન્નતિના શિખર પર પણ બેઠે હાઈશ, ભારે ગેરવથી બડેજાવ બડેજાવ થયે હોઈશ, તારી આગળ બિરૂદાવળી બોલાણું હશે અને તને ખમા ખમા થયું હશે. આ એક વાત. વળી કઈ ભવમાં તું તદ્દન હીન થયે હોઈશ. કેઈ તને અડે તેમાં પણ પાપ મનાતું હશે. તું જાતિચંડાળ થયે હાઈશ. તું નારકીમાં પરમાધામીથી કૂટા હાઈશ. તે શરણ માટે રાડો પાડી હશે. તું શાકને ભાવે વેચાયે હઈશ, તું જંગલમાં પુષ્પપણે જન્મી કોઈ ન જાણે, ન સુંઘે તેમ મરી ગયો હોઈશ અને તેને કોઈએ પગે રગદોળ્યો હશે, કેઈએ ચાંપે હશે અને કેઈએ સુંઘીને ફેંકી દીધો હશે. અનેક ભવમાં પરિભવનાં સ્થાને તે અપરંપાર ગણાવી શકાય તેમ છે. આ આ ખેલ જેવા જે છે, જેઈને વિચારવા જેવું છે, વિચારીને ચિંતવવા જેવું છે.
ભાઈસાહેબ ઈસ્કીટાઈટ થઈને ચાલતા હોય. કપડાં પર ડાઘ પડવા દેતા ન હોય, હોં પર માખી બેસવા દેતા ન હોય અને સ્ટીફ, કેલર, નેકટાઈ અને બુટ-મેજામાં, ખીસામાં રૂમાલ, રૂમાલમાં સેંટ અને સેંટની સુગંધમાં હાલતા હોય ત્યારે એ કઈ કઈ સ્થિતિમાંથી પસાર થઈ અહીં આવેલ છે તેને ભાગ્યે જ ખ્યાલ કરે છે. એનાં મનુષ્ય તરીકેનાં રૂપો વિચારી જઈએ તો પણ એના અભિમાન ઉતારી નાખે એવી વાત છે અને આ ભવમાં પણ ચાર ચાર બેટર ફેરવનાર અને દરવાજા પર સિપાઈ ખડા રાખનારને ઘેર ઘેર ફરી ભીખ માગતાં, તિરસ્કાર પામતાં, હડધૂત થતાં નજરે જોયા છે. પછી આ નાટક શાં? અને આ ઠણકે શેને? અને એ કેના ઉપર?
Jain Education International
.
For Private & Personal Use Only
WWW.jainelibrary.org