________________
૧૯૦
શ્રી શાંતિ-સુધારસ તને ડગલે અને પગલે કેટલાય અનુભવ થયા છે. તું જેની ખાતર પડી મરે છે તે તારા તરફ કેવી રીતે વતે છે તેને વિચાર કર. તને પરભવમાં તો અનેક અનુભવ થયા છે પણ તે ઉપરાંત આ ભવમાં તેં કેટલું વાંચ્યું, કેટલું જોયું, કેટલું જાયું અને કેટલું જાતે અનુભવ્યું. એ તારા અનુભવો પછી પણ એને એ જ રહીશ ? રહી શકીશ?
વળી તેં અત્યાર સુધીમાં ન ઈચ્છવાગ તિરસ્કારપરિભવે કેટલાં સહ્યાં છે તે તો વિચાર. ગત કાળમાં તું કેવી કેવી ગતિઓમાં જઈ આવ્યું છે તે વિચાર. ત્યાં તારા શા હાલ થયા હતા તેનો ખ્યાલ કર. તે ન કલ્પી શકતો હોય તો આ ભવમાં તારે માથે કેટલી અપમાન–તિરસ્કાર કરાવનારી પરિસ્થિતિમાં આવી ગઈ તે તું સંભારી જા.
(પ્રત્યેક પ્રાણુ અહીં પોતાના જીવનને યાદ કરી જાય તો તેને શરમાવે તેવા અનેક પ્રસંગે દરેકને નાના-મોટા અનેક બન્યા હશે !) આવા પ્રસંગે તરફ ધ્યાન ખેંચવાનું ખાસ કારણ છે. દરેક પ્રાણી સંસારમાં ઘણું મસ્ત રહે છે. તે માને છે કે એના જે માનયેગ્ય માણસ બીજું કોઈ નથી અથવા બહુ થોડા છે. આ જેશ પર તે દુનિયામાં ચાલે છે અને પ્રાણું પોતાના પરાભવના પ્રસંગે વારંવાર ભૂલી જાય છે. આ સર્વ મેહરાજાના ચાળા છે. આપણે આ ભવનો અનુભવ જ જે બરાબર જોઈ જવાય તો આપણી ઘણુ ગરમી ઠંડી પડી જાય તેમ છે, માત્ર વિચારધારા પ્રમાણિક અને દીર્ધકાલીન જોઈએ. આવા અનુભવોનાં દષ્ટાન્તો અહીં નહિ આપીએ. પ્રત્યેક પ્રાણીની પ્રમાણિક વિચારણા પર તે છેડીએ. આ સર્વ મેહરાજાનાં નાટક છે એ સમજી સંસારને એના ખરા આકારમાં સમજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org