________________
૧૮૮
શ્રી શાંતસુધારસ
૨. પ્રથમ તે તું આ સંસારમાં કેવી રીતે બંધાઈ જાય છે તેનો વિચાર કર એટલે તું એ મહરાજની ગોઠવણેનો કાંઈક ખ્યાલ કરી શકીશ. તારે પોતાને ખાવા માટે જોઈએ તેટલી વસ્તુ અથવા રહેવા માટે જોઈએ તેટલી જગ્યા સારૂ તું આ બધા પ્રયાસ કરે છે? તને એમ લાગે છે કે તું ભૂખ્યા રહી જઈશ કે તારે કઈ ઝાડ નીચે સુઈ રહેવું પડશે? પણ તને તારી ચિંતા નથી. તારી આવડતથી તું એક દિવસમાં એક વર્ષ ચાલે તેટલું ખાવાનું મેળવી શકે છે અને તારે સુવાબેસવા જોઈએ તેટલી, વરસાદ, તડકે અને ઠંડીથી રક્ષણ આપે તેટલી જગ્યા મળે છે તેથી તેને સંતેષ છે?
તારે તે તીજોરીએ ભરવી છે, સાત પેઢી ચાલે તેટલું દ્રવ્ય એકઠું કરવું છે, ઘરનાં એક ઘરથી તેને સંતોષ થવાને નથી, તારે તો ગામગરાસ એકઠાં કરવાં છે, તારે આખા ગામનું પાણી તારા ઘર તરફ વાળવું છે અને લાખો થાય તે કરડે કરવા છે અને કરોડ થાય તે છપન્ન ઉપર ભેરી વગડાવવી છે!! અને એ સર્વ કેને માટે તે તું કદી વિચારતે નથી. વિચાર કર તો તે બધું દીવા જેવું લાગે તેમ છે, પણ જ્યાં સહજ સાચી વાતની ઝાંખી થશે એટલે તરત તું ત્યાંથી છટકી જઈશ; કારણ કે તને ઉંધા પાટા બંધાવનાર અખંડ દિગવિજયી રાજા તારા હૃદયમાં બેઠે છે તે તને કદી સાચો માર્ગ કે સારો વિચાર આવવા દે તેમ નથી અને આવી જાય તો ટકવા દે તેમ નથી. * ત્યારે તું તારા છોકરાઓ માટે આ સંસારમાં બંધાય છે? તને તેને પરિચય છે અને તારા મનમાં એમ છે કે મારી સંપત્તિ સર્વ એમને આપીશ, પણ તને ખાત્રી છે કે તેઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org