________________
સંસારભાવના.
૧૮૭ ફેરવી નાખે છે. આખા સંસારને બરાબર ખ્યાલ કરવામાં આવે અને જરા તેના ઉપર જઈ નિષ્પક્ષ દૃષ્ટિએ તેને જોવામાં આવે તે જ મહારાજાને બરાબર ઓળખાય તેમ છે. બાકી તો એના ચાળા અનેરા છે, એના માર્ગો અનેરા છે અને એનાં સાધન અગમ્ય છે. એને સમજવા પણ મુશ્કેલ છે, સ્વીકારવા વધારે મુશ્કેલ છે અને તેને બરાબર સમજીને પોતાનો સ્વતંત્ર માર્ગ કાઢ સર્વથી વધારે મુશ્કેલ છે. સંસારમાં તે ઘણું જેવાનું છે, એને વિચાર કરતાં તે મહિનાઓ અને વર્ષો થાય તેમ છે, પણ એને ઓળખવામાં સર્વથી વધારે અગત્યનો ભાગ મેહરાજાને હાઈ તેને ઓળખવા, તેની જીવ સાથેની ખાસ શત્રુતા સમજવી અને તેનાં કાર્યો અને પરિણામે ઓળખવા એ સંસારભાવનાને અંગે મુખ્ય જરૂરી બાબત છે. મેહને યથાસ્વરૂપે ઓળખે એટલે આખા સંસારને ઓળખે એમ કહેવામાં અતિશયોક્તિ લાગતી નથી.
એ મેહરાજાનું જ્યાં શાસન વર્તતું હોય, એ મહારાજા તારે પાકે દુશ્મન હોય, એ દુશ્મનનાં રાજ્યમાં તારે જીવવાનું અને મરવાનું હોય–તેવા આ સંસારને તું શું જોઈને વળગતે જાય છે? એ સંસાર કેવો છે તે તું જે, વિચાર, સમજ, એમાં મેહરાજા કે છે તે સમજ, એ મેહરાજાનું ત્યાં સામ્રાજ્ય છે એ ધ્યાનમાં લે, એ રાજા તારે દુશ્મન છે તે વાત સ્વીકાર, એ રાજાએ તને ગળેથી પકડ્યો છે એ વાત ધ્યાનમાં લે અને તારી સર્વે મુશ્કેલીઓ એણે ઉત્પન્ન કરી છે તે વાત સમજી લે. એણે શું શું કર્યું છે તે તું જેતે જજે. સંસારભાવના એટલે મેહરાજાના વિલાની ઓળખાણ જ છે તે આ ભાવનાને અંતે તારા સમજવામાં આવશે. તું આગળ ચાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org